Header Ads

સિહોરમાં દિપડીયા ડુંગરગાળામાંથી દીપડાનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી, ફોરેસ્ટ વિભાગે તપાસ શરૂ કરી | The dead body of a leopard was found in the Dipadia Dungartapam in Sihore, the forest department started an investigation. | Times Of Ahmedabad

ભાવનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં આવેલા ગોતમેશ્વર રોડ ઉપર દીપડીયા ડુંગર ઉપર આજે વહેલી સવારે દીપડાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. આ ઘટનાના પગલે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઘટના સ્થળે દોડી ગયો હતો અને દીપડાના મૃત્યુદેહને પી.એમ માટે મોકલવામાં આવ્યો હતો.

ફોરેસ્ટ અધિકારીઓ ફાફલા ઘટનાસ્થળે દોડી ગયો
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં ઘણા સમયથી દીપડા પરિવારનો પડાવ હતો, સિહોરી માતાના ડુંગરોમાં દીપડાનો પરિવાર વારંવાર જોવા મળતો હતો. બે દિવસ પહેલાજ એક વીડિયોમાં દીપડો જોવા મળ્યો હતો, પરંતુ આજે વહેલી સવારે દીપડાનો મૃતદેહ દીપડીયા ડુંગર નજીક ઓમ ચંદન બાપુના આશ્રમ નજીકથી મળ્યાની વિગતો પ્રાપ્ત થતા ફોરેસ્ટ અધિકારીઓ ફાફલા સાથે બનાવ સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે દીપડાના બચ્ચાનું કયા કારણોસર મોત થયું તે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
રિપોર્ટ આવ્યાં બાદ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે
આ અંગે ફોરેસ્ટ અધિકારી બી.આર.સોલંકીએ જણાવ્યું હતું કે, આજે સવારે સિહોર તાલુકાના ગોતમેશ્વર રેવન્યુ વિસ્તારમાંથી ડુંગર ગાળાની વચ્ચે દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો, આ ઘટનાના પગલે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઘટના સ્થળે દોડી ગયો હતો. હાલ દીપડાનો મૃતદેહ વડાળ પી.એમ અર્થે લઈ જવામાં આવ્યો છે રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે,

અન્ય સમાચારો પણ છે…
Powered by Blogger.