الاثنين، 27 مارس 2023

માર્ગ બિસ્માર બનતા દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ પરેશાન, ધારાસભ્ય હિરા સોલંકી દ્વારા મંત્રીને રજૂઆત કરવામાં આવી | Devotees coming for darshan of Marg Bismar are troubled, MLA Hira Solanki made a representation to the minister. | Times Of Ahmedabad

અમરેલી11 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભાવનગર જિલ્લામાં મહુવા નજીક આવેલ મોગલ ધામ ભગુડા માતાજીના દર્શન કરવા ગુજરાત ભરના લોકો પોતાની આસ્થા હોવાને કારણે મનોકામના પૂર્ણ કરવા આવતા હોય છે. આ વચ્ચે રાજુલા જાફરાબાદ વિસ્તારના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી મોગલ ધામ દર્શન કરવા જતાં તેવા સમયે મોગલ ધામ ટ્રસ્ટી દ્વારા અને કેટલાક સેવકો દ્વારા બિસ્માર રસ્તા અંગે રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ગુંદારણાથી ભગુડા જવાનો માર્ગ અતિ બિસ્માર અને ખરાબ હોવાના કારણે દર્શનર્થીઓને મુશ્કેલી પડતી હોવાને કારણે ભારે પરેશાનીનો સામનો કરતા હોય છે ત્યારે માર્ગ તાકીદે મંજુર કરવા માટેની રજુઆત કરતા આજે ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા ગાંધીનગર સરકારના મંત્રી જગદીશ પંચાલ સમક્ષ લેખિત રજૂઆતો કરવામાં આવી છે.

દર્શનાર્થીઓને મુશ્કેલી પડતી હોવાને કારણે રજૂઆતો કરી છે- ધારાસભ્ય
રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીનો સંપર્ક કરતા કહ્યું હું દર્શન કરવા ગયો ત્યાં ગુંદરણા ગામથી ભગુડા જવાનો માર્ગ ખરાબ હોવાને કારણે રજૂઆતો કરી હતી આજે મંત્રીને રજૂઆતો કરી છે આવતા દિવસોમા લોકોની સમસ્યા અને મુશ્કેલી દૂર થાય તેવા પ્રયત્નો કર્યા છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.