પાટણના લાયન્સ કલબનાં યજમાન પદે યુનિ.નાં કન્વેન્શન હોલ ખાતે ધર્મ રિઝીયન કોન્ફરન્સ યોજાઈ | A Dharma Regional Conference was held at the Convention Hall of the University, hosted by the Lions Club of Patan. | Times Of Ahmedabad

પાટણ35 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાટણ શહેરના લાયન્સ કલબનાં યજમાન પદે પાટણ યુનિવર્સિટીનાં કન્વેન્શન હોલ ખાતે લાયન્સ ઈન્ટરનેશનલની ડિસ્ટ્રીકટ 3232 બી-1ની રિઝીયન-છ ની ધર્મ રિઝીયન કોન્ફરન્સ યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં ઝોન-1માં સામેલ પાટણ, થરાદ, રાધનપુર, ભાભર, સિધ્ધપુર, વાવ તથા ઝોન-2માં સામેલ ડીસા, પાલનપુર, અંબાજી, પાલનપુર, ધાનેરા, દિયોદરની કલબોનાં પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં દરેક કલબે પોતાનાં ફલેગમાર્ચ દ્વારા પોતાની ઉપસ્થિતિ દર્શાવી હતી. આ પ્રસંગે વિવિધ કલબો દ્વારા કરાયેલા વિવિધ સફળ પ્રોજેકટો, સેવા કાર્યો બદલ તેમનાં પદાધિકારીઓને બિરાદાવીને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. તેઓને પીન અર્પણ કરીને તેમને મોમેન્ટ અને શાલ, સર્ટિફીકેટ અર્પણ કરીને તેમને વિભૂષિત કરાયા હતા.

આ પ્રસંગે લાયન્સનાં ડિસ્ટ્રીક ગર્વનર રસીકભાઈ પટેલે પોતાનાં સંબોધનમાં જણાવ્યુ હતું કે, આપણે સેવા કરવા માટે દુનિયા ખૂંદવાની જરુર નથી પણ કોઈ ભૂખ્યાને જોઈને તેનાં પેટની આગને ઠારવાનું કામ કરાય તે પણ સેવાનું કામ છે. આપણે કોઈને માટે કાંઈ પણ મદદનો હાથ લંબાવીએ તે આપણો ધર્મ છે. જો આપણે સૌ દિલથી જરુરિયાતમંદોની સેવા કરીશું તો તેનાં ફળ દૂનિયાનાં જરુરિયાતમંદો સુધી પહોંચશે.

લાયન્સનાં સભ્યોએ સમાજમાં શૂન્યની આગળ એકડાની જેમ ઉભા રહીને આપણી કિંમત કરોડોની થાય તે રીતે કામ કરવાની ખેવના રાખવી પડશે. આપણે આપણા લાયનવાદ એટલે કે સિંહત્વને શોભે તે રીતે સેવાકાર્યોને સ્થાન આપવું જોઈએ. તેમણે ભાવ, અભાવ અને પ્રભાવને પરિભાષિત કરતાં કહયુ કે, આપણે સિહ છીએ અને આપણે શ્રેષ્ઠ બનીને રહેવાનું છે.

આ પ્રસંગે રાધનપુરનાં ગોતરકા આશ્રમનાં સંત સ્વામી નિજાનંદજીએ લાયન્સની પ્રવૃત્તિઓને અનુરુપ સૌને પોતાનાં અહમ અને અહંકારને બાજુમાં મુકીને ધર્મ અને લોક કલ્યાણ માટે કામ કરવાનો અનુરોધ કર્યો હતો. તેમણે મનુષ્ય જન્મની વિભાવનાને પ્રસ્તુત કરતાં કહ્યુ કે, આ દુનિયામાં મનુષ્ય જ એક એવું સામાજિક પ્રાણી છે કે, જેના માથે સર્વ પ્રાણીઓનાં કલ્યાણની જવાબદારી છે અને એ જવાબદારી આપણે સૌએ સુપેરે નિભાવવી પડશે.

આ પ્રસંગે આબુ રોડથી આવેલા અને પાસ્ટ મલ્ટીપલ કાઉન્સીલ ચેરમેન અવિનાશ શર્માએ લીડરશીપ અંગે જાણકારી આપી હતી. જયારે જાણીતા કલાકાર અને યુટયુબનાં અભિનેતા જીતુભાઈ પંડયાએ પોતાની આગવી અને ચિરપરિચીત શૈલીમાં મોજ કરાવી હતી. લાયન્સવાદને ઉજાગર કર્યો હતો.

આ પ્રસંગે ફર્સ્ટ વાઈસ ડિસ્ટ્રીક ગર્વનર ભાવનાબેન ત્રિવેદીએ પ્રસંગોચિત સંબોધન કર્યું હતું. પ્રારંભમાં લાયન્સનાં વિવિધ પ્રોજેકટોનાં સોવિનીયરનું વિમોચન કરાયુ હતું. તથા પ્રવૃત્તિઓનું પ્રેજન્ટેશન કરાયુ હતું. આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન પાટણનાં રહીશ અને રિઝીયન નાં રિઝીયન ચેરપર્સનડો. રાજમહારાજએ કર્યું હતું.આ પ્રસંગે પાટણની લાયન્સ કલબનાં પ્રમુખ ગોપાલસિંહ રાજપૂત, ધર્મેશ સોની, ભૂમિબેન મહારાજા, દક્ષેશભાઈ સોની, હિરેનભાઈ મેવાડા, મનીષાબેન, સહિત મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post