લોકસભામાં રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કરાતા આણંદમાં કોંગ્રેસ દ્વારા ધરણા કાર્યક્રમ | Dharna program by Congress in celebration of cancellation of Rahul Gandhi's membership in Lok Sabha | Times Of Ahmedabad

આણંદ7 મિનિટ પહેલા

  • કૉપી લિંક

આણંદ કોંગ્રેસ દ્વારા ટાઉનહોલ ખાતે ધરણાં સહિતના વિરોધાત્મક કાર્યક્રમો યોજ્યાં હતાં. સુરત કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને સજા ફટકારવામાં આવી હતી. જેના પગલે લોકસભામાં તેમનું સભ્યપદ નાબૂદ કરતાં આ કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં. જોકે, સ્થળ પર પહોંચેલી પોલીસે અટકાયત પગલાં ભર્યાં હતાં.

આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા યોજાયેલા ધરણા કાર્યક્રમ સંદર્ભે જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા લોકશાહીની હત્યા કરી તાનાશાહી દ્વારા સરમુખત્યાર સાહી સ્થાપવા લાલસાના વિરોધમાં કોંગ્રેસ સતત લડતી રહી છે. સુરતમાં જે રીતે રાહુલ ગાંધી સજા કરવામાં આવી અને ત્યારબાદ લોકસભામાં તેમનો સભ્યપદ નાબૂદ કરી લોકોના અવાજ દબાવવાની કોશિશ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરી રહી છે. જેના વિરોધમાં શુક્રવારે આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટાઉનહોલ સામે બપોરે આગેવાનો ભેગા થઈ “લોકશાહી બચાવો તાનાશાહી હટાવો”ના નારા સાથે વિરોધ પ્રદર્શન અને ધરણા કાર્યક્રમનું આયોજન કરવા બેઠાં હતાં.

મહત્વનુ છે કે પોલીસ દ્વારા કાર્યક્રમને મંજુરી ન મળેલી હોવાથી ધરણા કરવા બેઠેલા તમામ આગેવાનો ડીટેન કરી ટાઉન પોલીસ લઈ જવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમમાં પ્રદેશ ગુજરાત ડેલીગેટ ભૃગુરાજસિંહ, આણંદ શહેર પ્રમુખ મહેશભાઈ સોલંકી, યુવા પ્રમુખ સંજયસિંહ રાજ, પૂર્વ શહેર પ્રમુખ અલ્પેશ પઢિયાર, નગરસેવકો, વિધાનસભાના આગેવાનો વિગેરે હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم