Tuesday, March 7, 2023

અમદાવાદની કોલેજના કેમ્પસમાં ધુળેટીની ઉજવણી, પાણી વિના વિદ્યાર્થીઓ ગુલાલથી રમ્યા હોળી | Dhuleti celebration in the city college campus without water, students played Holi with gulal | Times Of Ahmedabad

અમદાવાદએક કલાક પહેલા

હોળીના પર્વની દેશભરમાં ઉજવણી કરવાના આવી રહી છે. ત્યારે અમદાવાદમાં પણ ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરની કોલેજના કેમ્પસમાં હોળીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ એકબીજાને ગુલાલ લગાવીને ડીજેના તાલે ઝુમ્યા હતા. જોકે આવતીકાલે પણ યુવાઓ કલબ અને પાર્ટીપ્લોટમાં ધૂળેટીની ઉજવણી કરશે.

ડીજેના તાલે વિદ્યાર્થીઓ નાચ્યાં
આંબાવાડીમાં આવેલી સી.એન કોલેજના કેમ્પસમાં વિદ્યાર્થીઓએ ગુલાલથી હોળી રમ્યા હતા. કોલેજમાં 400 જેટલા વિદ્યાર્થીઓએ એક બીજાને કલર લગાવીને રંગોના તહેવારની ઉજવણી કરી હતી. વિદ્યાર્થીઓએ એકબીજાને કલર લગાવીને ડીજે પાર્ટી પણ રાખી હતી. ડીજેના તાલે પણ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક નાચ્યાં હતા. જો કે, વિદ્યાર્થીઓ પાણીનો બગાડ ના થાય તે માટે પાણી વિના જ હોળી રમ્યા હતા.

અમે કોલેજમાં દર વર્ષે હોળી રમીએ છીએ
ખુશી શુકલા નામની વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે, અમે કોલેજમાં દર વર્ષે હોળી રમીએ છીએ ત્યારે આજે પડતર દિવસ હોવાથી આજનો દિવસ પસંદ કરીને અમે નેચરલ ગુલાલથી હોળી રમ્યા હતા જેનાથી કોઈ નુકસાન ન થાય. આ ઉપરાંત પાણીનો બચાવ કરવા અમે પાણીનો પણ ઉપયોગ કર્યો નહતો. પ્રેમ નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે અમે કોલેજમાં આવતા તમામ લોકોને ગુલાલથી રંગી દીધા હતા અને રંગીને જ બધાનું સ્વાગત કર્યું હતું. કોલેજ કેમ્પસમાં હોડી રમવાની ખૂબ મજા આવી સાથે અમે ડીજે પાર્ટી પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે…