સાવરકુંડલાના થોરડી ગામની પ્રાથમિક શાળાના આચાર્યની બદલી થતા ગ્રામજનોમાં નારાજગી, બદલીનો ઓર્ડર રદ કરવાની માગ | Displeasure among the villagers over the transfer of the primary school principal of Thordi village in Savarkundla, demand cancellation of the transfer order. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Displeasure Among The Villagers Over The Transfer Of The Primary School Principal Of Thordi Village In Savarkundla, Demand Cancellation Of The Transfer Order.

અમરેલી39 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • જ્યાં સુધી આચાર્યને ફરી થોરડી પ્રાથમિક શાળામાં મૂકવામાં ન આવે ત્યાં સુધી શિક્ષણનો બહિષ્કાર કરવાની ચીમકી

સામાન્ય રીતે સરકારી વિભાગોમાં કોઈ કર્મચારી કે અધિકારીની બદલી કરવા માટે લોકો આંદોલન છેડતા હોય છે. પરંતુ, અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના થોરડી ગામમાં લોકોએ પ્રાથમિક શાળાના આચાર્યની બદલી ન થાય તે માટે આંદોલન છેડ્યું છે. પ્રાથમિક શાળાના આચાર્યની કરાયેલી બદલીનો ઓર્ડર રદ કરવા માટે ગ્રામજનોએ માગ કરી છે. જ્યાં સુધી મહિલા આચાર્યને ફરીથી થોરડી ગામની પ્રાથમિક શાળામાં મૂકવામાં ન આવે ત્યાં સુધી શિક્ષણનો બહિષ્કાર કરવાની વાલીઓ ચીમકી ઉચ્ચારી છે.

આચાર્યની બદલી થતા ગ્રામજનોમાં નારાજગી
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના થોરડી ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા પૂજાબેન બોરીસાગરની બદલીનો ઓર્ડર આવતા ગ્રામજનોમાં નારાજગી ફેલાઈ છે. આજે થોરડી ગામના લોકો એકઠા થયા હતા અને પોતાના સંતાનોને શાળાએથી ઘરે લઈ ગયા હતા. શાળાને તાળાબંધી કરી વિરોધ કર્યો હતો. પૂજાબેનની બદલીનો ઓર્ડર રદ કરવાની માગ કરવામાં આવી છે.

‘બદલીનો ઓર્ડર રદ નહીં થાય ત્યાં સુધી બાળકોને શાળાએ નહીં મોકલીએ’
થોરડી ગામના વાલીઓએ જણાવ્યું હતું કે, અમારા ગામના 250 જેટલા બાળકો થોરડી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. પૂજાબેન બોરીસાગર આચાર્ય તરીકે હતા તે એકદમ નિષ્ઠાથી પોતાની ફરજ બજાવતા હતા. અમે અને અમારા સંતાનો તેમની ફરજથી ખુશ છીએ. તેમની બદલી થતા અમારા સંતાનો ઘરે આવીને રડી રહ્યા છે. અમારી માગ છે કે, પૂજાબેનને ફરીથી તેમની જૂની જગ્યા પર મૂકવામાં આવે. જ્યાં સુધી તેની બદલીનો ઓર્ડર રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે અમારા બાળકોને શાળાએ મોકલીશું નહીં. ગામલોકોના વિરોધના પગલે શિક્ષણ વિભાગમાં પણ દોડધામ જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post