સાબરકાંઠા (હિંમતનગર)એક કલાક પહેલા
આઝાદી કા અમૃત મહોત્સવ, G-20 અને વિશ્વ મહિલા દિવસ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત આયોજિત અને સાબરકાંઠા જિલ્લા રમત વિકાસ કચેરી દ્વારા રવિવારે હિંમતનગરના ભોલેશ્વર ખાતે આવેલા સાબર સ્ટેડીયમ ખાતે જિલ્લા કક્ષાની મહિલા સિનિયર સીટીઝનની ચેસ, યોગાસન, રસ્સા ખેચ અને એથ્લેટીક્સ સ્પર્ધા યોજાઈ હતી.
ફીટ ઇન્ડિયા અંતર્ગત હિંમતનગરના ભોલેશ્વરના સાબર સ્ટેડીયમ પર રવિવારે સવારે 10 વાગ્યે જિલ્લા કક્ષાની સીનીયર સીટીઝન સ્પર્ધા બહેનોની શરૂ થઇ હતી. જેમાં એથ્લેટીક્સમાં 100 મીટર સ્પર્ધામાં 28 બહેનો, 200 મીટર સ્પર્ધામાં 12 બહેનોએ ભાગ લીધો હતો. યોગાસનમાં 30 બહેનો અને બરછી ફેકમાં 16 બહેનો, ગોળા ફેકમાં 22 બહેનો, ચક્રફેંકમાં 14 બહેનો અને રસ્સાખેંચમાં 16 બહેનોએ ભાગ લીધો હતો. આમ અલગ અલગ રમતોમાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લઈને રમતોની સ્પર્ધા સાથે આનંદ માણ્યો હતો. અલગ અલગ રમતોમાં વિજેતા બહેનોને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.