Monday, March 6, 2023

થામ રેલવે સ્ટેશન ખાતે રેલઓવર બ્રિજની કામગીરીને લઈ જંબુસર-ભરૂચ વચ્ચે ભારે વાહનોને ડાય વર્ઝન | Diversion of heavy vehicles between Jambusar-Bharuch due to work of railover bridge at Tham railway station | Times Of Ahmedabad

ભરૂચ9 કલાક પહેલા

  • કૉપી લિંક

એક્ષપ્રેસ ફેઇટ કન્સોટીયમ ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર પ્રોજેકટ કંપની તરફથી થામ રેલ્વે સ્ટેશન ખાતે મેજર રેલઓવર બ્રિજ -76 માટે ગર્ડર ઉભા કરવાનું કામ આજે રવિવારથી હાથ ધરાયુ છે. જેને પગલે જંબુસર-ભરૂચ વચ્ચે ભારે વાહનોને ડાય વર્ઝન આપવામાં આવ્યું હતું. ભરૂચમાં રેલઓવર બ્રિજની કામગીરીને લઈ જબુસરથી ભરૂચ જવાના રોડ ઉપર ટ્રાફીક ચાલુ રહે કામમાં અવરોધ ઉભો થાય તેમ છે. જેથી તા 5 થી 7 માર્ચ અને 10 માર્ચના રોજ આ માર્ગ ભારે વાહનો માટે બંધ કરાયો છે. દરમ્યાન ભારે વાહનો જંબુસરથી દયાદરા, ત્રાલસા, હીગલ્લા ચોકડી થઈ નબીપુર તરફ ડાયવર્ટ કરાયા છે. ભરૂચથી જંબુસર તરફના ભારે વાહનોને નર્મદા ચોકડી થઈ નબીપુર, હીગલ્લા ચોકડી, ત્રાલસા, દયાદરા તરફ ડાયવર્ઝન અપાયું છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: