આજરોજ ડોકટર અતુલ ચગની આત્મહત્યા કેસની હાઈકોર્ટમાં સુનાવણી; કોર્ટે પોલીસ અદાલતના કામમાં હસ્તક્ષેપ કરી શકે નહીંનો હુકમ ફરમાવ્યો | Dr. Atul Chag's suicide case hearing in High Court today; The court ordered that the police cannot interfere in the work of the court | Times Of Ahmedabad

ગીર સોમનાથ (વેરાવળ)એક કલાક પહેલા

  • કૉપી લિંક

આજરોજ ડોકટર અતુલ ચગની આત્મહત્યા કેસની હાઈકોર્ટમાં સુનાવણી હતી. જ્યાં પોલીસ અધિકારીઓ હાઇકોર્ટમાં હાજર રહ્યા હતા. સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે પોલીસ અધિકારીઓનો બચાવ કર્યો હતો. જ્યાં પ્રાથમિક રીતે આત્મહત્યાની દુષ્પ્રેરણાનું ગુનો નહીં બનતો હોવાની પબ્લિક પ્રોસિક્યુટરે કોર્ટમાં રજૂઆત કરી હતી. જ્યારે અરજદાર તરફથી કોર્ટમાં રજૂઆત કરાઈ કે એફઆઇઆર નોંધ્યા વિના પ્રાથમિક તપાસમાં જ આ નિષ્કર્ષ પર આવી શકાય નહીં.

પોલીસ દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવતા કોર્ટે પોલીસ અદાલતના કામમાં હસ્તક્ષેપ કરી શકે નહીં તેવો હુકમ ફરમાવ્યો. સાથે કોર્ટના હુકમના તિરસ્કારના આરોપી પોલીસ અધિકારીઓને સરકારી ખર્ચે વકીલ નહીં મળે અને પોલીસ અધિકારીઓને પોતાના ખર્ચે પોતાના વકીલ રાખવા પડશે તેવું પણ કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું. અધિકારીઓને પોતાના બચાવમાં જે રજૂઆત કરવી હોય તે સોગંદનામા પર રજૂઆત કરવા માટે આગામી 11 એપ્રિલના રોજ સુનાવણી રાખવામાં આવી છે.

સાંસદે મીડિયા સામે પ્રતિક્રિયા આપી હતી
વેરાવળમાં સેવાભાવી અને નામના ધરાવતા લોહાણા સમાજના તબીબ અતુલ ચગે 12મી ફેબ્રુઆરીના રોજ તેમની હોસ્પિટલના ઉપરના માળે આવેલા મકાનમાં જ પંખે લટકી ગળેફાંસો ખાઈ લીધો હતો. જેમણે બે લીટીની સ્યુસાઈડ નોટ લખી હતી. જેમાં જૂનાગઢના સાંસદ અને તેમના પિતાના કારણે જીવન ટુંકાવ્યું હોવાનું જણાવ્યું હતું. આ કેસમાં આજે સાંસદ રાજેશ ચુડાસમાની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી હતી. સાંસદે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, અમારે પારિવારિક સંબંધો હતા. ડોક્ટર અતુલ જ્યારે પરિવારથી દૂર હતા ત્યારે મારો પરિવાર ટિફિન મોકલતો હતો. મારા પર જે આક્ષેપો થયા છે તે અંગે મારે શું કહેવું? પોલીસને જ્યાં મારી જરૂર પડશે ત્યાં હું સહકાર આપીશ. મને ન્યાયતંત્રમાં પૂરો વિશ્વાસ છે.

15થી 17 વર્ષ મારા ઘરેથી ટિફિન ગયું: સાંસદ
આ મામલે સાંસદ રાજેશ ચુડાસમાએ આજે જણાવ્યું હતું કે, ડો. ચગે આત્મહત્યા કર્યા બાદ તેમના પરિવાર પર આફત આવી છે. ભગવાન તેમના પરિવારને દુખ સહન કરવાની શક્તિ આપે. ડો. ચગ સાથે અમારે 35 વર્ષથી પારિવારિક સબંધો હતા. હું જ્યારે રાજકારણમાં ન હતો ત્યારથી અમારા સબંધો હતા. તેઓ એકાંત જીવન જીવતા અને તેમના પરિવરથી દૂર રહેતા ત્યારે 15થી 17 વર્ષ મારા પરિવાર દ્વારા તેમણે ટિફિન જતું હતું. ત્યારે એમના પુત્ર દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અને પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી તપાસ માટે જ્યાં જરુંર પડે ત્યાં સહકાર આપવા તૈયાર છું અને તેમના પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું.

વેરાવળ પોલીસના ચાર અધિકારીઓ સામે પગલાં લેવાયા
પોલીસે ફરિયાદ ન લેતા 22 ફેબ્રુઆરીના ગુજરાતના ડીજીપી, જૂનાગઢ રેન્જ આઇજી, ગીર-સોમનાથ એસપી, ડીવાયએસપીને મેઈલ દ્વારા જાણ કરાઈ હતી કે, વેરાવળ સિટી પીઆઇને સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ ફરિયાદ દાખલ કરવા હુકમ કરો અન્યથા અમારે અહીંના અધિકારીઓ સામે હાઈકોર્ટમાં કંટેમ્પ્ટ ઓફ કોર્ટ દાખલ કરવી પડશે. એફઆઇઆર દાખલ ન થતાં વેરાવળ સિટી પીઆઇ સુનીલ ઈશરાણી, ડીવાયએસપી વી.આર.ખેંગાર, એસપી મનોહરસિંહ જાડેજા, રેન્જ આઇજી મયંકસિંહ ચાવડા વિરૂદ્ધ હાઈકોર્ટના એડવોકેટ રાજેશ કાનાણી તેમજ સિનિયર કાઉન્સિલ યોગેશભાઈ લાખાણી દ્વારા કોર્ટ ઓફ કન્ટેમ્પટની એપ્લિકેશન ફાઈલ કરાઈ હતી. અને આજે તેની સુનાવણી હતી.

અન્ય સમાચારો પણ છે…