Wednesday, March 8, 2023

આણંદમાં યુવાધન ઉત્સવના રંગોથી તરબદર, રંગરસિયાઓએ ભારે મોજમસ્તી સાથે તન-મનને રંગોથી ભીંજવ્યું | Drenched in the colors of the Yuvadhan festival in joy, the colorists drench their bodies and minds with colors with great gaiety. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Drenched In The Colors Of The Yuvadhan Festival In Joy, The Colorists Drench Their Bodies And Minds With Colors With Great Gaiety.

આણંદએક કલાક પહેલા

  • કૉપી લિંક

આજે ધૂળેટી પર્વ એટલેકે રંગોત્સવપર્વની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. આંતરચેતનાને તરબદર કરતું આ મહાપર્વ ઉજવણીનો આનંદ અનહદ બની વિદ્યાનગર સહિત સમગ્ર આણંદ જિલ્લાને મેઘધનુષી રંગોમાં ફેલાઈ ગયો છે. જિલ્લાની શહેર અને ગામડાની ગલી, મહોલ્લો, સોસાયટી તેમજ ચોરે અને ચૌટે ધુળેટીપર્વની ધામધૂમ અને ઉત્સાહપૂર્ણ ઉજવણી કરવામાં આવી રહી છે. વિદ્યાનગર શહેરની કોલેજના વિદ્યાર્થીઓ અને યુવક-યુવતીઓએ મૈત્રીના રંગને ઉત્સવના રંગોની છોળો એકબીજા ઉપર ઉછાડી ઘાટો કર્યો હતો.

ગુજરાત સહિત સમગ્ર દેશમાં ધુળેટીનું પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યું છે. આણંદ જિલ્લામાં ઠેરઠેર ધુળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે. ધાર્મિક લોકવાયકા પ્રમાણે ધુળેટીપર્વને મૈત્રી અને ભાઈચારાનું પ્રતિક માનવામાં આવે છે. જે અનેક રંગો એકબીજામાં ભળીને સમરંગ થઇ જાય છે તે જ રીતે બધા જ્ઞાતિ જાતિના ભેદભાવો ભૂલીને સમાજને સમરસ થવાની શીખ આપે છે. કોરોનાકાળના બે વર્ષ પછી જનસામાન્ય અનહદ ઉત્સાહ સાથે ધૂળેટી ઉત્સવની મોજ માણતા જોવા મળી રહ્યો છે. પરિવાર, મિત્રો અને સ્નેહીજનો અને અપરિચિતો સાથે પણ રંગરસિયાઓ ધુળેટીના પર્વ પર રંગ લગાવી એકબીજાને શુભેચ્છા પાઠવતા જોવા મળી રહ્યા છે.

બીજી તરફ શહેરોના જાહેર માર્ગો ઉપર પણ યુવાનો પચરંગી રંગો સાથે બાઇક ઉપર અને ગાડીઓ લઈ દોસ્તો-યારોને રંગવા નીકળ્યા હતા. બાળકોએ પણ પિચકારી અને રંગો સાથે ગલી મહોલ્લાઓમાં ધૂમ મચાવી હતી.આ રંગપર્વએ નાનેરા થી લઈ ઘરડા વ્યક્તિઓના તન મનને પણ રંગમય બનાવી દીધું હતું.અનેક ગલી મહોલ્લામાં કોણ રંગ વગરનું રહી ગયું તે શોધી શોધીને રંગરસિયાઓ તેને ઘર બહાર કાઢીને રંગી કાઢ્યા હતા.

મહત્વનું છે કે, આણંદ વિધાનગર શહેરમાં ધુળેટી પર્વ હર્ષઉલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી હતી.વિધાનગર શાસ્ત્રી મેદાન ખાતે યુવાન યુવતીઓએ ભવ્ય ધુળેટીની મોજ માણી હતી. એ પ્રશંસનીય બાબત છે કે અહીં યુવાવર્ગે ઈકોફ્રેન્ડલી કલર વાપરી ધુળેટીપર્વ ઉજવ્યું હતું. વિધાનગરમાં ધુળેટીપર્વ દરમ્યાન કોઈ અનિચ્છનીય ઘટના કે તકરાર ન થાય તે માટે પી.આઈ સી.પી.ચૌધરી સહિતનો સ્ટાફ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.

વળી હાલ સોશિયલ મીડિયાનો જમાનો હોઈ બે વર્ષ બાદ હર્ષોલ્લાસ સાથે અને કોરોનાના ડર વિના ઉજવાતા આ મહાપર્વને લોકો મોબાઈલ કેમેરાથી કંડારી સોશિયલ મીડિયા પોસ્ટ પણ શેર કરી આ ઉત્સવ ઉમંગની બમણી મોજ ઉઠાવી રહ્યા છે. યુવાનોમાં એટલી મસ્તી ચઢી હતી કે “બુરા ન માનો હોલી હૈ ” ની બુમરાટો પાડી ગમે તે આવતા જતા રાહગીર ઉપર રંગ છાંટી મોટરબાઈક દોડવી જતા પણ નજરે ચઢી રહ્યા હતા.

નોંધનીય છે કે આણંદ જિલ્લા પોલીસે સંવેદનશીલ અને મહત્વની ગણાતી જગ્યાએ પેટ્રોલીગ અને બંદોબસ્ત સઘન બનાવ્યો હોઈ ધુળેટી ઉત્સવની એકંદરે કોઈ અઘટિત બનાવ વગર શાંતિપૂર્ણ મોજ મસ્તી સાથે ઉજવણી પૂર્ણ કરાઈ હતી. આજે આખો દિવસ ઘરના તમામ લોકોએ ધૂળેટીની મોજ માણી હોઈ શહેરોમાં મહિલાઓએ પણ રસોડે રજા રાખી હોઈ સાંજ પડતા જ હોટેલ રેસ્ટોરન્ટમાં ભીડ જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે…