Monday, March 13, 2023

પેટલાદ પોલીસ સ્ટેશનમાં દારૂડિયાએ ધમાલ મચાવી, શહેર પોલીસ ઇન્સ્પેક્ટરની કેબિનમાં જતા રોકવો પડ્યો | Drunkards created ruckus at Petlad Police Station, had to stop going to City Police Inspector's cabin | Times Of Ahmedabad

નડિયાદ36 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગુજરાત માં દારૂબંધીનો કાયદો પેપર ઉપર જ છે. દારૂડિયાઓ પરિવાર અને સમાજ માટે જ નહીં પરંતુ હવે પોલીસ માટે પણ માથાં ના દુઃખાવા રૂપ બની ગયા છે. દારૂબંધી નો અમલ કરાવતી પોલીસ ને પોલીસ સ્ટેશનમાં પહોંચી દારૂડીયા એ ધમાલ મચાવી હતી. દારૂડીયા એ પોલીસ સ્ટેશન જ માથે કાયદા ના ધજાગરા ઉડી ગયા હતા જેને લઈ કુતૂહલ સર્જાયું હતું.નગરમાં પણ પોલીસની કિરકિરી ઉડી હતી. જોકે પોલીસે દારૂડીયા ને પકડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

આણંદ જિલ્લાના પેટલાદ ટાઉન પોલીસ મથકમાં સોમવાર બપોરના સમયે એક દારૂડિયો ઘુસી જઈને ધમાલ મચાવી પોલીસ ની ઈજ્જત ને સરાજાહેર ઉછાળી હતી. આણંદ પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બનેલ આ ઘટનાએ પોલીસ દારૂબંધીનો કેટલો અમલ કરાવે છે ? તે સાબિત થઈ ગયું છે. દારૂ ના હપ્તા રાજે પોલીસ ની આબરૂનું ચીરહરણ કરી નાખ્યું છે.નગરના સુજ્ઞ નાગરિકોમાં ભય નો માહોલ છે જો પોલીસ સ્ટેશન માં પહોંચી દારૂડિયાઓ રોફ જમાવવા હોય અને પોલીસને પડકારતાં હોય તો સામાન્ય માણસનું શું ગજું ? કાયદા નો અમલ કોણ કરાવશે અને આવા દારૂડીયા ઓથી કોણ બચાવશે ?જેવા વેધક પ્રશ્નો પેટલાદ નગરના સભ્ય નાગરિક સમાજમાં ઉઠી રહ્યા છે.

પેટલાદ તાલુકાના સીમરડા ગામમાં આવેલી ઇન્દિરા આવાસ માં રહેતો અશ્વિનકુમાર મનુભાઈ મકવાણા સોમવાર બપોરના સમયે દારૂ પીધેલી હાલતમાં પેટલાદ શહેર પોલીસ મથકમાં ઘુસી ગયો હતો અને લવરી કરતો કરતો પોલીસ ઇન્સ્પેક્ટરની ઓફિસમાં જવાની કોશિષ કરી હતી. જેથી ત્યાં હાજર પોલીસ જવાનોએ તેને પકડી લીધો હતો. બાદમાં પોલીસે તેની વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: