- Gujarati News
- Local
- Gujarat
- Mehsana
- Kadi
- The Family Went To Ahmedabad And The Smugglers Broke The Window Of The House And Entered, The Jupiter Parked Outside Was Also Stolen By The Smugglers.
કડીએક કલાક પહેલા
કડી તાલુકા અને શહેરની અંદર છેલ્લા ચાર મહિનાથી તસ્કરો જાણે બેફામ બન્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. તસ્કરોને જાણે પોલીસનો કોઈ ડર જ ના હોય તેવી રીતે ચોરી કરીને ફરાર થઈ જતાં રહિસોમાંડરનો માહોલ ઊભો થવા પામ્યો છે. દિવસેને દિવસે કડી પંથકમાં ચોરીના બનાવો વધતા હોય તેવું જોવા મળી રહ્યું છે અને પોલીસનું નાક વાઢીને તસ્કરો ડર વિના ચોરી કરી ફરાર થઈ જતા લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. ત્યારે કડીના મધ્ય આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં તસ્કરો મકાનની બારી તોડી ઘરમાં પ્રવેશ કરી રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીના લઈ ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામ્યો છે. કડી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કાર્યવાહી કરી હતી.

કડી મધ્ય આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા ભરત નટવરભાઈ ગજ્જર કે તેઓ બે દિવસ પૂર્વે પોતાના દીકરા અમદાવાદ ખાતે રહેતા હોય તેઓ અમદાવાદ ગયા હતા અને ભરતભાઈ નર્મદા નિગમમાં નોકરી કરી રહ્યા હતા અને હાલ તેઓ રિટાયર્ડ છે. જ્યાં તેઓના પડોશીનો આજે સવારે ફોન કર્યો હતો કે, તમારા મકાનનો દરવાજો ખુલેલી હાલતમાં છે અને બારી તૂટેલી હાલતમાં છે. જેવા સમાચાર મળતાની સાથે ભરતભાઈ પરિવાર સાથે પોતાના ઘરે કડી ખાતે દોડી આવ્યા હતા.

કડીના લક્ષ્મીનારાયણ મંદિરની પાછળ આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા ભરત ગજ્જર અમદાવાદ હતા અને આજે તેઓને માલુમ થયું હતું કે, તેમના ઘરનો દરવાજો ખુલેલી હાલતમાં છે અને બારી પણ ખુલેલી છે. જ્યાં ભરતભાઈ પરિવાર સાથે કડી ખાતે દોડી આવ્યા હતા અને જોયું તો તેમના મકાનનો દરવાજો તૂટેલી હાલતમાં હતો. તેમજ બારી પણ તૂટેલી હાલતમાં હતી. ઘરની અંદર તલાસી કરતા તિજોરી તેમજ સામાન અસ્તવ્યસ્ત હાલતમાં જોયો હતો. જ્યાં તિજોરીમાં પડેલા રોકડ રકમ તેમજ સોના-ચાંદીના દાગીના દેખાતા ન હતા. જ્યારે તેઓને માલુમ થયું હતું કે, તેમના ઘરે ચોરી થઈ છે જ્યારે પોતાના વપરાશ માટે લાવેલ જયુપીટર ઘરની બહાર મૂકેલું હતું અને ચાવી ઘરની અંદર જ હતી. તે પણ જ્યુપીટર પર દેખાતું ન હતું. જ્યાં તેઓને માલુમ થયું હતું કે તેની પણ ચોરી થઈ છે. જ્યાં તેઓએ કડી પોલીસને ટેલીફોનિક જાણ કરાતા કડી પોલીસ કરતાં ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

