આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા ટ્રાયબલ સબ-પ્લાન યોજના અંતર્ગત ખેડૂત શિબિર તથા કીટ વિતરણનું આયોજન કરાયું | Farmer camp and kit distribution organized under tribal sub-plan scheme by Anand Agricultural University | Times Of Ahmedabad

આણંદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

આણંદ કૃષિ યુનિવર્સિટી માઈક્રોન્યૂટ્રિયન્ટ રીસર્ચ સેન્ટર (આઈસીએઆર) દ્વારા કૃષિ સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, દાહોદ ખાતે ટ્રાયબલ સબ-પ્લાન યોજનામાં પ્રથમ હરોળ નિદર્શન અંતર્ગત અનુસુચિત જનજાતિના દાહોદના ખેડૂતો માટે “ગૌણ તથા સૂક્ષ્મતત્વોની ખેતીમાં અગત્યતા” વિષય પર “ખેડૂત શિબિર” નું આયોજન કુલપતિ ડૉ. કે. બી. કથીરીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જેનો ઉદ્દેશ સારી ગુણવત્તાવાળુ પાક ઉત્પાદન પ્રાપ્ત કરવા ખેતીમાં સૂક્ષ્મ અને ગૌણ પોષકતત્વોનો ઉપયોગ કરવા માટે ખેડૂતોમાં જાગૃતિ લાવવા તેમજ ખેતી વિષયક કીટનું વિતરણ કરવાનો હતો.

આ ખેડૂત શિબિરમાં માઈક્રોન્યૂટ્રિયન્ટ રીસર્ચ સેન્ટરના સહસંશોધન વૈજ્ઞાનિક તથા વડા, ડૉ. કે. સી. પટેલ દ્વારા ખેડૂતોને જમીનમાં માઈક્રોન્યૂટ્રિયન્ટની વધતી જતી ઊણપ અને ખાતરના યોગ્ય અને સંતુલિત વ્યવસ્થાપન વિશે માહિતી આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ડો. આર. જી. મચ્છાર, સહ સંશોધન વૈજ્ઞાનિક તથા વડા, કૃષિ સંશોધન કેન્દ્ર, દાહોદ દ્વારા આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલ અદ્યતન સંશોધિત ટેક્નોલોજીનો બહોળો ઉપયોગ કરવા માટે તેમજ ખેતી વિષયક સ્કીલ કેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.ડો.ટી.એમ.ભરપોડા, રીટાયર્ડ એન્ટોમોલોજીસ્ટ, આકૃયુ, આણંદ દ્વારા ખેતી પાકોમાં પાક સંરક્ષણ વિષય પર વિશેષ માહિતી આપવામાં આવી હતી. વધુમાં, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દાહોદના વડા, ડૉ. એચ.એલ.કાચાએ પાકૃતિક ખેતી વિષય પર વિસ્તૃત માહિતી આપી હતી.

આ ખેડૂત શિબિરમાં આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ-2023 ઉજવણી અંતર્ગત સી.બી.પંડ્યા, રિસર્ચ એસોસિએટ દ્વારા ગુણવત્તાસભર હલ્કા ધાન્ય પાકોમાં સૂક્ષ્મતત્વોની ઉપયોગિતા વિશે માહિતી આપવામાં આવેલ. આ ઉપરાંત રવિ પટેલ, રિસર્ચ એસોસિએટ દ્વારા કીટમાં આપવામાં આવેલ ખેતી વિષયક વિવિધ ઈનપુટ જેવા કે સ્પ્રેયર પંપ, એન.પી.કે. બાયોકન્સોર્ટિયમ જૈવિક પ્રવાહી, મલ્ટી- માઈક્રોન્યૂટ્રિયન્ટ મિક્ષર ગ્રેડ-૫ ખાતર, સલ્ફરયુક્ત ખાતર, જંતુનાશક દવા, માઈક્રોન્યૂટ્રિયન્ટ પુસ્તીકા અને પોકેટ ડાયરીના ઉપયોગ સબંધિત જાણકારી પુરી પાડવામાં આવેલ. આ શિબિરમાં અંદાજે 40 ખેડૂતો તથા વૈજ્ઞાનિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post