વલસાડએક કલાક પહેલા
- કૉપી લિંક

આંબાવાડીમાં કેરીના બીજા અને ત્રીજા ફાલ માટે જરૂરી સિંચાઈનું પાણી ખેડૂતોએ મંગાવ્યું હતું. આજરોજ ખેડૂતોને નહેરમાં પાણી પહોંચે તે પહેલાં બાલાજી કંપની દ્વારા ખાડીમાં કંપનીનું બગાડ વાળું પાણી પ્રોસેસ કર્યા વગર છોડી દેતા સિંચાઈનું પાણી બગાડી નાખ્યું હોવાના આક્ષેપ ખેડૂતોએ લગાવ્યા હતા. ખેડૂતોએ નહેર વિભાગ અને GPCBને સોમવારે ઘટના અંગે લેખિત જાણ કરવામાં આવશે. બાલાજી કંપની દ્વારા ખેડૂતોએ રૂપિયા ભરીને મંગાવેલા સિંચાઈના પાણીમાં બગાડ કરતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી હતી.

વલસાડ તાલુકાના ડુંગરી પાસે પસાર થતી ખડીમાંથી ઇલવા અને આજુબાજુના ખેડૂતોએ સિંચાઈ વિભાગમાં રૂપિયા ભરીને આંબા વાડીમાં બીજા અને ત્રીજા પાક માટે જરૂરી તેમજ અન્ય ખેતીના કામો માટે પિયત માટે પાણીનું રોટેશન નહેર વિભાગ પાસેથી મંગાવ્યું હતું. શંકર તળાવ ગામ પાસે આવેલી બાલાજી કંપની દ્વારા ખેડૂતોએ મંગાવેલા પિયાતના પાણીમાં બાલાજી કંપનીમાં બટેક સાફ કરવા માટે તેમજ અન્ય પાણીનો બગાડ નહેરનું પાણી આવે તે પહેલાં બાલાજી કેમ્પની દ્વારા કોઈપણ જાતની પ્રોસેસ કર્યા વગર ગંદુ પાણી ખાડીમાં છોડવામાં આવ્યું હતું. જેને લીધી ખેડૂતોએ લાખો રૂપિયા ખર્ચીને ખેતીના કામ માટે સિંચાઈ વિભાગમાંથી મંગાવેલું પાણી ખબર થઈ જતા ખેડૂતોએ કંપની સામે આક્ષેપ કર્યા છે. આજે રવિવાર હોવાથી સરકારી તમામ કચેરીઓ બંધ હોવાથી સોમવારે સિંચાઈ વિભાગ અને GPCBને લેખિત ફરિયાદ કરી બાલાજી કંપની દ્વારા ખાડીમાં કોઈપણ જાતની.પ્રોસેસ કર્યા વગર પાણી છોડવામાં આવતું હોવાની ફરિયાદ કરશે.

આજે સિંચાઈ વિભાગ અને GPCBના અધિકારીઓને ઘટનાની ટેલિફોનિક જાણ કરવામાં આવી છે. કંપની દ્વારા વારંવાર આ રીતે પ્રોસેસ કર્યા વગર પાણી છોડવામાં આવે છે. જે અંગે ભૂતકાળમાં પણ ખેડૂતોએ ફરિયાદ કરી હતી. જેને લઈને બાલાજી કંપનીને ક્લોઝર નોટિસ પણ વહીવટી વિભાગે આપી હતી. હજુ પણ બાલાજી કંપની દ્વારા ખાડીમાં પ્રોસેસ કર્યા વગરનું પાણી છોડવામાં આવતું હોવાથી ખાડી કિનારે આવેલી આંબા વાડી અને ખેતરોમાં અનાજમાં ખેડૂતોને ભારે નુકશાની સહન કરવાનો વારો આવે છે. વહીવટી તંત્ર દ્વારા કંપની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને બાલાજી કંપનીનું પ્રદુષિત પાણી ખાડીમાં આવતું બંધ કરવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.





No comments:
Post a Comment