નવસારીમાંથી પસાર થતા પાવર ગ્રીડ હાઈ ટેન્શન લાઇન મુદ્દે ધારાસભ્ય સાથે ખેડૂતોની બેઠક, કલેક્ટર હવે કંપનીને અભિપ્રાય આપશે | Farmers meeting with MLA on power grid high tension line passing through Navsari, collector will now give opinion to company | Times Of Ahmedabad
નવસારી32 મિનિટ પહેલા
- કૉપી લિંક
નવસારીના કાંઠા વિસ્તારના 52 ગામડાઓમાંથી પસાર થતી પાવર ગ્રીડ હાઈ ટેન્શન લાઇનનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, જેમાં જલાલપોર તાલુકાના અસરગ્રસ્ત 36 માંથી 18 ગામોના ખેડૂતોએ મરોલી કાંઠા વિભાગ સંઘર્ષ સમિતિ હેઠળ સંગઠિત થઈ એક સૂરમાં હાઈ ટેન્શન લાઈન પડતર જમીનમાંથી લઈ જવાની માંગ ઉઠાવી હતી. ત્યારે આ મુદ્દે આજે ખેડૂતોએ નવસારી સર્કિટ હાઉસ ખાતે જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલ ની આગેવાનીમાં કંપનીના અધિકારીઓ સાથે બેઠક કરીને ખેડૂતો ની માંગ સાંભળી હતી અને આ પ્રોજેક્ટ ખારપાટની જમીનમાંથી લઈ શકાય તેવી શક્યતાઓ ખેડૂતોએ રજૂ કરી હતી.
નવસારીના કાંઠા વિસ્તારના 52 ગામડાઓમાંથી પસાર થતી પાવર ગ્રીડ હાઈ ટેન્શન લાઇનનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે,જલાલપોર તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોએ મરોલી કાંઠા વિભાગ સંઘર્ષ સમિતિ હેઠળ સંગઠિત થઈ એક સૂરમાં હાઈ ટેન્શન લાઈન પડતર જમીનમાંથી લઈ જવાની માંગ ઉઠાવી હતી. આજે પાવર કંપનીના ઉચ્ચ અધિકારીઓએ ધારાસભ્યની આગેવાનીમાં ખેડૂતોને સાંભળ્યા હતા અને સમગ્ર મુદ્દે નવસારી જિલ્લા કલેકટર કંપનીને અભિપ્રાય આપશે અને કંપની એ અભિપ્રાય ને આધારે યોગ્ય નિર્ણય કરી શકે છે. જલાલપોરના અસરગ્રસ્ત ખેડૂતોએ ભૂતકાળમાં સભા યોજી આગળની રણનીતિ નક્કી કરવા માટેની તૈયારીઓ દર્શાવી હતી.
નવસારી જિલ્લાના જલાલપોર અને ગણદેવી તાલુકાના કાંઠા વિસ્તારમાંથી પાવરગ્રીડ કોર્પોરેશન ઇન્ડિયા પ્રા. લિ. કંપની દ્વારા 765 કેવી ડી/સી ન્યુ નવસારીથી પડઘે સુધીની ટ્રાન્સમિશન લાઈન અને 400 કેવી એમ/સી ન્યુ નવસારીથી મગરવાડા ટ્રાન્સમિશન લાઈન નાંખવા જમીન સંપાદન શરૂ થયું છે. જેમાં બંને તાલુકાઓના 52 ગામોના અસરગ્રસ્ત ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ગત દિવસોમાં ખેડૂતોએ નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલને રજૂઆત કરવામાં આવી હતી ત્યાર બાદ નવસારીના જલાલપુર ખાતે આવેલ કોળી સમાજની વાડીમાં જલાલપોર તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોએ સભા યોજી આગળની રણનીતિ નક્કી કરવા માટેની તૈયારીઓ દર્શાવી હતી અને આજે પરિવાર આ મુદ્દાને ન્યાય આપવા માટે ધારાસભ્ય કંપનીના અધિકારીઓ અને ખેડૂતોની સાથે એક મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેના સકારાત્મક પરિણામો આવશે તેવી આશા અને અપેક્ષા ખેડૂતોને છે.
શું છે ખેડૂતની માંગ
અસરગ્રસ્ત ખેડૂતોની માંગ છે કે બાગાયતી વિસ્તારમાંથી આ હાઈટેન્શન લાઇન પસાર ન થવી જોઈએ અને આ લાઈનને ખંજણવાડી જગ્યામાંથી જો પસાર કરવામાં આવે તો સરકારને અને ખેડૂતોને બંનેને ફાયદો થઇ શકે એમ છે. તો બીજી તરફ નવસારીના કેટલાક કાંઠા વિસ્તારમાં હાઈટેન્શન લાઈનની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.
Post a Comment