Friday, March 24, 2023

મેદાનમાં મુખ્ય સ્ટેજ અને ડોમ સહિતની કામગીરી હાથ ધરાઇ; સાંસ્કૃતિ કૃતિના કલાકારો માધવપુરથી દ્વારકા જશે | Fieldwork including main stage and dome; Cultural artists will go to Dwarka from Madhavpur | Times Of Ahmedabad

પોરબંદર36 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાના લોક મેળાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આગામી ૩૦માર્ચથી 0૩ એપ્રિલ સુધી માધવપુર ઘેડ ખાતે કૃષ્ણ રુક્ષ્મણી વિવાહ પ્રસંગે યોજાનાર લોક મેળાની કામગીરીની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

જેમાં મેળા ગ્રાઉન્ડ સહિતના વિસ્તારોમાં મુખ્ય સ્ટેજ, ડોમ, કારીગરો માટે હસ્તકલા કૃતિઓના સ્ટોલ, બ્લોક મૂકવાની કામગીરી સહિત કામગીરી હાથ ધરાઈ રહી છે. મેળામાં ગુજરાત સહિત અન્ય રાજ્યના મહાનુભાવો, કલાકારો તથા પ્રવાસીઓ પધારતા હોય ત્યારે આયોજનના ભાગરૂપે તંત્ર દ્વારા મેળાની કામગીરીની તૈયારી થઈ રહી છે.

માધવપુરના મેળામાં સાંસ્કૃતિક કૃતિના કલાકારો ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષ્મણીના વિવાહ પ્રસંગ બાદ માધવપુર અને દ્વારકાના ભાવત્મક જોડાણને ઉજાગર કરવા દ્વારકા જશે અને દ્વારકામાં રથયાત્રા સહિતના ભવ્ય કાર્યક્રમો યોજાશે. માધુપુર ઘેડનો મેળો અને ભગવાન શ્રીકૃષ્ણ રુક્ષ્મણી વિવાહ પ્રસંગ મૂળ પરંપરા પ્રમાણે જ યોજાશે. વિવાહ પ્રસંગ બાદ ભગવાન શ્રી માધવરાયજી મધુવનમાંથી નિજ મંદિર પધારશે અને સાંસ્કૃતિ કૃતિના કલાકારો દ્વારકા આવશે. આ કાર્યક્રમમાં ભક્તો પણ જોડાશે, તેમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.