- Gujarati News
- Local
- Gujarat
- Ahmedabad
- The Film ‘Khoba The Khoba The Tribal Village’ Won An Award At The Arti Film Festival; The Film Has Also Been Selected In Seven Countries
એક કલાક પહેલા
- કૉપી લિંક
અમદાવાદના બાવીસ વર્ષના બે યુવાનો કવન બ્રહ્મભટ્ટ અને અને જૈત્ર જોશીને કલાકારી ફિલ્મ ફેસ્ટિવલમાં અવોર્ડ મળ્યો છે. તેમની બનાવેલી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ ‘ખોબા ધ ટ્રાયબલ વિલેજ’ને કલાકારી ફિલ્મ ફેસ્ટિવલમાં ‘બેસ્ટ સ્ટોરી’ કેટેગરીમાં અવોર્ડ મળ્યો છે. ગઈકાલે મધ્યપ્રદેશના ઈન્દોરમાં યોજાયેલા આ અવોર્ડ સમારોહમાં કવન બ્રહ્મભટ્ટ અને અને જૈત્ર જોશીએ બનાવેલી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ ‘ખોબા ધ ટ્રાયબલ વિલેજ’ને અવોર્ડ મળ્યો હતો.
ડોક્યુમેન્ટ્રી ફિલ્મ વિશે…
આ ફિલ્મ દક્ષિણ ગુજરાતના અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલ એક નાનકડું ગામ ખોબા આવેલું છે, તેના પર ફિલ્મ બનાવવામાં આવી છે. એ ગામમાં NGO ચલાવતા નીલમભાઈ પટેલના કામ પર આ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવવામાં આવી છે. આ ફિલ્મને યુટ્યુબ પર પણ જોઈ શકાશે.
‘ખોબા ધ ટ્રાયબલ વિલેજ’નું પોસ્ટર.
કલાકારી ફિલ્મ ફેસ્ટિવલ શું છે?
કલાકારી ફિલ્મ ફેસ્ટિવલ એ એક NGO છે, જે દર વર્ષે ફિલ્મ ફેસ્ટિવલ તથા ફોટોગ્રાફી ફેસ્ટિવલનું આયોજન કરે છે. સાથે જ તેઓ મેગેઝીન પણ બહાર પાડે છે, જેના 6 લાખ લોકો વાંચક છે. કલાકારી NGO મધ્યપ્રદેશના દેવાસમાં આવેલી છે. વર્ષ 2020થી કલાકારો માટે આ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરે છે. દેશભરમાંથી અને વિદેશમાંથી પણ ઘણા કલાકારો આવે છે અને આમાં ભાગ લે છે.
સાત અન્ય દેશોમાં પણ આ ફિલ્મ સિલેક્ટ થઈ ચૂકી છે
કવન બ્રહ્મભટ્ટ અને જૈત્ર જોશીએ બનાવેલી આ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ ‘ખોબા ધ ટ્રાયબલ વિલેજ’ ભારત સહિત આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સિલેક્ટ થઈ ગઈ છે. કુલ સાત દેશોમાં આ ફિલ્મ સિલેક્ટ થઈ છે, જેમાં કેનેડા, જાપાન, ઈટલી, યુકે, આયર્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં પણ સિલેક્ટ થઈ ગઈ છે.