એક બાદ એક પાંચ ફ્રેક્ચર થયા છતાં મલેશિયામાં આયર્નમેન ટ્રાઈથ્લોનમાં દસમુ સ્થાન મેળવ્યું, જીવના જોખમે સફળતા હાંસલ કરી | Finished tenth in Ironman triathlon in Malaysia despite five back-to-back fractures, life-threatening success | Times Of Ahmedabad

સુરત31 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અડગ મનના માનવીને પહાડ પણ નથી નડતો આ વાક્યને શાર્થક કરી બતાવ્યું છે સુરતના ડેન્ટિસ્ટ ડો. હેતલ તમાકુવાલાએ. મલેશિયામાં આયોજિત આયર્નમેન ટ્રાઈથ્લોન સ્પર્ધા પૂર્ણ કરી 10મુ સ્થાન મેળવ્યું છે. આ સાથે જ હેતલ તમાકુવાલા આ સ્પર્ધા પૂર્ણ કરનાર પ્રથમ ડેન્ટિસ્ટ છે અને ગુજરાતના બીજા મહિલા બની ગયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે ટ્રાઈથ્લોનની પ્રેક્ટિસ દરમિયાન પાંચ ફ્રેક્ચર થયા હતા પણ તાલીમ ચાલુ રાખી હતી.

ગુજરાતના બીજા એથ્લીટ બન્યા
ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકે વિશ્વભરમાં જાણીતું સુરત શહેર હવે સ્પોર્ટ્સ ક્ષેત્રે પણ કાઠું કાઢી રહ્યું છે. શહેરની એવી અનેક સ્પોર્ટ્સ પર્સનાલિટી છે કે જેઓ પોતાના દમદાર પ્રદર્શન થકી સુરત, ગુજરાત અને દેશનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કરી ચૂક્યા છે. ત્યારે આવી પર્સનાલિટીમાં શહેરના ડેન્ટિસ્ટ ડો. હેતલ તમાકુવાલા પણ હવે સામેલ છે. 45 વર્ષીય ડો. હેતલે મલેશિયા ખાતે યોજાયેલી અતિ કઠીન ગણાતી ફૂલ આયરનમેન ટ્રાઇથ્લોને સફળતા પૂર્વક પૂર્ણ કરી આંતરરાષ્ટ્રીય સ્તરે 10મો રેન્ક મેળવી સુરત, ગુજરાત અને દેશનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે. ડો. હેતલ ફૂલ આયરન મેન ટ્રાઈથ્લોન પૂર્ણ કરનારા ભારતના નવમા મહિલા એથ્લીટ અને ગુજરાતના બીજા એથ્લીટ છે અને દેશના પહેલા મહિલા ડેન્ટિસ્ટ છે.

ફૂલ આયરનમેન ટ્રાઇથ્લોને સફળતા પૂર્વક પૂર્ણ કરી આંતરરાષ્ટ્રીય સ્તરે 10મો રેન્ક મેળવ્યો.

ફૂલ આયરનમેન ટ્રાઇથ્લોને સફળતા પૂર્વક પૂર્ણ કરી આંતરરાષ્ટ્રીય સ્તરે 10મો રેન્ક મેળવ્યો.

બે કિમીની દોડમાં સિલ્વર મેડલ બાદ પ્રેરણા મળી
આયર્ન મેન ડો. હેતલ તમાકુવાલા એ જણાવ્યું હતું કે દસ વર્ષ પહેલાં તમને સ્વપ્નેય ખ્યાલ ન હતો કે તેઓ એક દિવસ અતિ કઠીન ગણાતી ફૂલ આયર્ન મેન ટ્રાઇથ્લોન સફળતા પૂર્વક પૂર્ણ કરશે. આ ક્ષેત્રમાં આગળ વધવાની સફર વિશે ડો.હેતલ કહે છે કે દસ વર્ષ પહેલા સુરતમાં યોજાયેલી બે કિમીની દોડમાં ભાગ લીધો અને તેમાં સિલ્વર મેડલ જીત્યો આ સફળતાએ મારામાં એથ્લેટિક બનવાના બીજ રોપ્યાં. ત્યારથી તબીબી વ્યવસાય સાથે જ એથ્લેટિક બનવાના લક્ષ્ય સાથે આકરી પ્રેક્ટિસ શરૂ કરી.

સાત કલાકની જ ઊંધ લેતા હતા
ડો. હેતલે “રૂલ ઓફ – 7” સૂત્ર અપનાવ્યું હતું. એટલે કે ક્લિનિક્લ પ્રેક્ટિસના 7 કલાક, સ્પર્ધા માટે તાલીમના 7 કલાક અને દિવસમાં 7 કલાકની ઊંઘ. ફૂલ આયર્ન મેન ટ્રાઇથ્લોનમાં દરિયામાં સ્વિમિંગ કરવાનું હોવાથી સ્વિમિંગની પ્રેક્ટિસ SDCA લાલભાઈ સ્વિમિંગ પુલ સાથે જ તાપી નદી અને કોઝવેમાં કરી, જ્યારે સાયકલિંગની પ્રેક્ટિસ માટે સુરતથી સાપુતારા અને સુરતથી ડાંગનો રૂટ અને સુરત શહેરના માર્ગો પસંદ કર્યા હતા. રનિંગ અને જીમમાં પણ સતત પરસેવો વહાવ્યો અને આ આકરી પ્રેક્ટિસનું જ પરિણામ છે કે હું મલેશિયા ખાતે યોજાયેલી ફૂલ આયર્ન મેન ટ્રાઇથ્લોન સફળતા પૂર્વક પૂર્ણ કરી આંતરરાષ્ટ્રીય સ્તરે 10મો રેન્ક મેળવી આયરન મેનનું ટાઇટલ મેળવી શકી.

તાપી નદી અને કોઝવેમાં સ્વિમિંગની પ્રેક્ટિસ કરી.

તાપી નદી અને કોઝવેમાં સ્વિમિંગની પ્રેક્ટિસ કરી.

ટ્રાઈથ્લોન 15 કલાક અને 40 મિનિટમાં પૂર્ણ કરી
વધુમાં ડો.હેતલ કહે છે કે આ બધું કરવું અને મેળવવું પરિવારનો સપોર્ટ અને કોચના માર્ગદર્શન વગર શક્ય ન હતું. મને શરૂઆતથી જ મારા પતિ ડો.દીપક તમાકુવાલા, પુત્રો ડો. ધ્રુવ અને દેવાંશનો મોરલ સપોર્ટ રહ્યો છે તો સ્વિમિંગ કોચ જીજ્ઞેશ અને સાયકલિંગ કોચ તારક દ્વારા મહત્વપૂર્ણ માર્ગદર્શન મળ્યું છે. મલેશિયા ખાતે યોજાયેલી ફૂલ આયર્ન મેન ટ્રાઇથ્લોનમાં 3.8 કિમી દરિયામાં સ્વિમિંગ ત્યારબાદ 180 કિમી સાયકલિંગ અને ત્યારબાદ 42 કિમી રનિંગ 16 ક્લાકમાં પૂરી કરવાની હતી, આ ત્રણેય ટાસ્ક મે 15 કલાક અને 40 મિનિટમાં સફળતા પૂર્વક પૂર્ણ કર્યાં. જોકે, આ સ્પર્ધામાં સાયકલિંગ દરમિયાન ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી વચ્ચે જોખમ ખેડ્યું હતું. રસ્તાની બાજુમાં આવેલી ખીણમાં પડી જવાનો ડર હતો. જ્યારે સ્વિમિંગમાં જેલીફીશના કરડવાથી પણ તકલીફો થઈ હતી. ત્યારબાદ વરસાદના કારણે કાદવમાં રનિંગ કરવાના કારણે વોમિટીંગ પણ થઈ હતી.

ઇટાલીની કંપનીની કસ્ટમાઈઝ સાઇકલનો ઉપયોગ
આ સફળતામાં પરિવાર અને કોચની સાથે જ વિશાલ સાઇકલ એજન્સીનો પણ મહત્ત્વનો રોલ રહ્યો છે. જેમણે આ માટે ઇટાલીની કંપની દ્વારા કસ્ટમાઈઝ કરાયેલ વિશિષ્ઠ એવી સાત કિલોની કાર્બન ફાઇબરની સાઇકલ મારા માટે ઓર્ડર કરવા સાથે હેલ્મેટ, શૂઝ સહિત જયારે પણ કોઈ પણ ઇકવપમેન્ટની જરૂર પડી તે પૂરા પાડયા. આ સાથે સુરત મહાનગર પાલિકા અને પોલીસ વિભાગે પણ પૂરતો સપોર્ટ કર્યો હતો.

રોજ સાયકિંગ કરતા હતા.

રોજ સાયકિંગ કરતા હતા.

પાંચ મહિનામાં પાંચ ઇવેન્ટ પૂર્ણ કરી
ડો. હેતલે મલેશિયા ખાને ફૂલ આયર્ન મેન ટ્રાઇથ્લોન સફળતા પૂર્વક પૂર્ણ કરવા સાથે જ પાંચ મહિનામાં પાંચ ઇવેન્ટ પણ સફળતા પૂર્વક પૂર્ણ કરી છે અને આવું કરનારા સુરતમાં અત્યાર સુધી કોઈ મહિલા કે પુરુષ એથ્લીટ નથી. ડો.હેતલે 5 નવેમ્બર, 2022ના રોજ મલેશિયા ખાતે ફૂલ આયર્ન મેન ટ્રાઇથ્લોન સફળતા પૂર્વક પૂર્ણ કરવા ઉપરાંત તે પહેલાં 2 ઓક્ટોબર, 2022ના રોજ કોલ્હાપુર ખાતે હાફ આયર્ન મેન ટ્રાઇલોન પૂર્ણ કરી બીજું ઈનામ મેળવ્યું હતું. ત્યારબાદ 13 નવેમ્બરના રોજ ગોવા ખાતે હાફ આયર્ન મેન ટ્રાઇથ્લોન પૂર્ણ કરી હતી જેમાં બીજો ક્રમ મેળવ્યો હતો. ત્યારબાદ 1 જાન્યુઆરી, 2023 ના રોજ ગુરૂશીખર ચેલેન્જમાં ભાગ લઈ મહેસાણાથી માઉન્ટ આબુ થઈ ગુરુ શિખર સુધી 183 કિમી સાયકલિંગ કરી. આ ચેલેન્જ પૂર્ણ કરવા સાથે પ્રથમ ક્રમ મેળવ્યો હતો. ત્યારબાદ 25 ફેબ્રુઆરીના રોજ કોણાર્ક ખાતે ફૂલ આયર્ન મેન ટ્રાઇથ્લોન પૂર્ણ કરી હતી, એટલું જ નહીં પણ આ ઇવેન્ટ પૂર્ણ કરનાર એક માત્ર એથ્લેટિક ડો. હેતલ હતા.

તાલીમમાં ઘણી વાર હાડકાઓમાં ફ્રેકચર થયા.

તાલીમમાં ઘણી વાર હાડકાઓમાં ફ્રેકચર થયા.

પાંચ વખત ફ્રેકચર બાદ પણ જારી રાખી પ્રેક્ટિસ
કોઈ પણ એથ્લીટ માટે પ્રેક્ટિસ એ ખૂબ જરૂરી પાસુ હોય છે. ત્યારે આ વાતને બખૂબી સમજતા ડો.હેતલ તમાકુવાલા પ્રેક્ટિસ દરમિયાન તેમને એક બે નહીં પણ પાંચ વખત અકસ્માત નડ્યા અને તેમાં તેમના હાડકાઓમાં ફ્રેકચર પણ થયું. છતાં સાજા થઇને તેમણે ફરી પ્રેક્ટિસ જારી રાખી અને હિંમત હાર્યા વગર તેઓ લક્ષ્યને પામવા માટે આગળ વધતા રહ્યા.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم