Monday, March 13, 2023

ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં આવેલી ભોળાનાથ સોસાયટીના બંધ મકાનમાં આગ ભભૂકી | A fire broke out in the closed building of Bholanath Society in Subhashnagar area of Bhavnagar | Times Of Ahmedabad

ભાવનગર44 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભાવનગર શહેરના સુભાષનગર ભોળાનાથ સોસાયટીમાં આવેલા વલ્લભીપુર તાલુકા પંચાયતના પૂર્વ મહિલા સભ્યના બંધ મકાનમાં આગ લાગતા ફાયરબ્રિગેડ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી.

ઘર વખરી બળીને ખાક
આ બનાવ અંગે ફાયરવિભાગમાંથી મળતી માહિતી મુજબ શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલ ભોળાનાથ સોસાયટીમાં આવેલ મૂળ વલ્લભીપુરના પચ્છેગામના વતની ધર્મેન્દ્રસિંહ જી.ગોહિલના બંધ મકાનમાં કોઈ કારણોસર આગ લાગતા સ્થાનિક લોકો એકઠા થઇ ગયા હતા અને ફાયરબ્રિગેડને જાણ કરી હતી. તાત્કાલિક ફાયરબ્રિગેડ કાફલો સુભાષનગર દોડી ગયો હતો અને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો, આગ લાગવાનું કારણ અને નુકસાની જાણી શકાય ન હતી, મકાન માલિક ધર્મેન્દ્રસિંહ ગોહિલના પત્ની ભાવનબા ગોહિલ વલભીપુર તાલુકા પંચાયતના પૂર્વ મહિલા સભ્ય હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે…