રાજકોટમા હિરાસર એરપોર્ટમાં સ્ટોર રૂમમાં આગ, વાયરિંગ-કેમિકલ સહિતનો મુદામાલ રાખ, કલાકોની જહેમત બાદ કાબુ | Fire in store room at Hirasar Airport in Rajkot, fire, wiring-chemical including fire, brought under control after hours of effort | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Fire In Store Room At Hirasar Airport In Rajkot, Fire, Wiring chemical Including Fire, Brought Under Control After Hours Of Effort

રાજકોટ35 મિનિટ પહેલા

  • કૉપી લિંક
કલાક સુધી પાણીનો મારો ચલાવ્યો હતો - Divya Bhaskar

કલાક સુધી પાણીનો મારો ચલાવ્યો હતો

રાજકોટના નવા બની રહેલા હિરાસર એરપોર્ટમાં સ્ટોર રૂમમાં રાત્રીના અંદાજીત સાડા દસેક વાગ્યે આગ લાગવાની માહિતી મળતા રાજકોટ ફાયર સ્ટેશનનો સ્ટાફ તુરંત રાજકોટ અમદાવાદ હાઇવે પર આવેલા હીરાસર એરપોર્ટ જવા રવાના થયો હતો. ત્યારબાદ ત્યાં પહોંચી એક કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.

સામાન બળીને ખાખ
સૌથી મહત્વની વાત તો એ છે કે આ ઘટનામાં કોઈ જાન હાની થઈ નથી. આગથી સ્ટોર રૂમમાં પડેલા કલરના ડબ્બા, વાયરિંગ, કેમિકલ, પીવીસી પાઇપ અને એ.સી સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. નુકસાનનો આંક જાણવા મળ્યો નથી અને આગની ઘટના શોક સર્કિટથી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે બનાવની જાણ થતા એરપોર્ટ પોલીસનો સ્ટાફ પણ ત્યાં પહોંચી ગયો હતો.

આગની ઘટના શોક સર્કિટથી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે

આગની ઘટના શોક સર્કિટથી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે

રાજકોટ-અમદાવાદ નજીક ફાયર સ્ટેશન બનાવો
ઉલ્લેખનિય છે કે,રાજકોટ-અમદાવાદ હાઇવે પર કોઈ પણ ફાયર સ્ટેશન આવેલું નથી. ત્યારે જો હીરાસર એરપોર્ટ પર કોઈ મોટી આગની ઘટના બને તો રાજકોટથી હીરાસર એરપોર્ટ સુધીનો રસ્તો અંદાજીત 30 કી.મી સુધીનો થાય છે. રાજકોટથી ફાયર બ્રિગેડનો સ્ટાફ એરપોર્ટ સુધી પહોંચે તે પહેલાં મોટી જાનહાની થઈ શકે તેમ છે માટે અહીં નજીકમાં ફાયર સ્ટેશન બનાવવું પણ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post