Friday, March 24, 2023

લીંબડીના ભલગામડા નજીક છકડો રિક્ષા પલટી જતાં પાંચ મજૂરો ઇજાગ્રસ્ત, સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા | Five laborers were injured when a rickshaw overturned near Bhalgamda in Limbadi, shifted to hospital for treatment | Times Of Ahmedabad

સુરેન્દ્રનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ભલગામડા ગામની સીમમાં ખેતરમાં કાલા કપાસ વીણી શ્રમજીવી મજુરો લઇ પરત આવી રહેલો છકડો રીક્ષા ભલગામડા માર્ગે પલ્ટી ખાઈ પાણી ભરેલા વોકળામાં ખાબકતા 5 જેટલા શ્રમજીવી મજુરોને ઇજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે લીંબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બે શ્રમજીવી મહિલાની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા છે.

લીંબડી તાલુકાના ભલગામડા ગામના ખેતમજૂરો સીમમાં કપાસ વીણવા ગયાં હતા અને પરત આવતા છકડો ચાલક મસરૂભાઇ કટુડિયાએ છકડો રીક્ષા પરનો કાબુ ગુમાવતા છકડો રીક્ષા નાળા નીચે વોકળામાં ખાબકતા 5 શ્રમજીવી મુસાફરોને ઇજાઓ પહોંચી હતી. જેમાં બે મહિલા પાણીમા ગરકાવ થઈ ગયા હતા. જેમાં મદદે દોડી ગયેલા લોકોએ મહામહેનતે પાણીમાંથી ખેંચી બહાર કાઢ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: