વડોદરા17 મિનિટ પહેલા
- કૉપી લિંક

રહસ્યમય મોતને ભેટેલી પ્રેરણા શર્મા
વડોદરા નજીક આવેલા આમલીયારા ગામના મહાદેવ ફળિયામાં રહેતી 19 વર્ષિય પ્રેરણા શર્મા નોકરી જવાનું જણાવી ઘરેથી ગયા બાદ તેની ડીકંપોઝ થઇ ગયેલી લાશ રહસ્યમય સંજોગોમાં ગુરુવારે છાણી કેનાલમાંથી મળી આવી હતી. મારી બહેન પ્રેરણાએ આપઘાત કર્યો નથી. પરંતુ, તેની આજવા-નિમેટામાં રહેતા અભય પલાસે ઠંડે કલેજે હત્યા લાશ કેનાલમાં ફેંકી દીધી હોવાનો સનસનીખેજ આક્ષેપ કરી મોટી બહેન પ્રિયા શર્માએ ન્યાયની માંગણી કરી છે. આજે પરિવારજનો દ્વારા ગામના સ્મશાનમાં ભારે હૈયે પ્રેરણાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
મોતને ભેટેલી પ્રેરણા બીજા નંબરની દીકરી
આ બનાવની વિગત એવી છે કે, વડોદરા નજીક વડોદરા-હાલોલ રોડ ઉપર આમલીયારા ગામ આવેલું છે. આમલીયા ગામમાં મહાદેવ ફળિયામાં ખરદપાલ ઓમપ્રકાશ શર્મા પત્ની અને પાંચ સંતાનો સાથે રહે છે. ખરદપાલ શર્મા ગામે ગામે બંગડીઓ વેચવાનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓને પાંચ સંતાનો છે. જેમાં મોટી દીકરી પ્રિયા અને તેનાથી નાની પ્રેરણા સહિત ચાર દીકરી છે. અને એક પુત્ર છે.

પરિવારે પ્રથમ બાપોદ પોલીસ મથકમાં અરજી આપી
પ્રેરણાના મોતે પરિવારને હચમચાવી નાંખ્યું
ખરદપાલ શર્માની બે મોટી દીકરીઓ પ્રિયા અને પ્રેરણા છોકરાની ગરજ સારે છે. પ્રિયા ઘરમાં સિવણ કામ કરે છે. અને પ્રેરણા સયાજીપુરા ખાતે આવેલી નિર્મલ ફૂડ પ્રોડક્ટ નામની મસાલા બનાવતી કંપનીમાં નોકરી કરીને પરિવારને મદદરૂપ થતી હતી. મહેનતકશ પરિવારનું જીવન સુખમય ચાલી રહ્યું હતું. જ્યાં પ્રેરણાનું રહસ્યમય રીતે કેનાલમાં ડૂબી જવાથી પજેલા મોતે પરિવારને હચમચાવી નાંખ્યું છે.

રહસ્યમય મોતને ભેટેલી પ્રેરણાની બહેન અને પિતા
દોઢ વર્ષથી અભય પ્રેરણાના સંપર્કમાં હતો
શર્મા પરિવારની મોટી દીકરી પ્રિયા શર્માએ જણાવ્યું હતું કે, મારી નાની બહેન પ્રેરણાની ઉંમર 19 વર્ષની હતી. ધોરણ-10 સુધી ભણેલી પ્રેરણા છેલ્લા દોઢ વર્ષથી સયાજીપુરા ખાતે આવેલી મસાલા બનાવતી નિર્મલ ફૂડ પ્રોડક્ટ કંપનીમાં નોકરી કરતી હતી. બહેન પ્રેરણાને આજવા-નિમેટા હરીનંદન સોસાયટીમાં રહેતો અને એક 16 વર્ષની દીકરી અને 11 વર્ષના પુત્રનો પિતા અભય પલાસ રોજ લેવા માટે અને નોકરી છૂટ્યા બાદ પ્રેરણાને મૂકવા માટે આવતો હતો.
પોલીસે ઉદ્ધતાઇભર્યું વર્તન કર્યું
પ્રિયા શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, તા. 20 માર્ચના રોજ બહેન પ્રેરણા નોકરી જવાનું જણાવી સવારે ઘરેથી નીકળી હતી. દરમિયાન પ્રેરણા ઘરે પરત ન આવતા અમો ચિંતાતૂર બની ગયા હતા. અમે તેની કંપનીમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, પ્રેરણાને અભય પલાસ લઇને મુકવા માટે નીકળ્યા હતા. ત્યાર પછી અમોને પ્રેરણા અંગેની કોઇ ખબર નથી. ભારે શોધખોળ બાદ પણ પ્રેરણાનો કોઇ પત્તો મળી ન આવતા અમો બાપોદ પોલીસ મથકમાં પહોંચ્યા હતા. અને બહેન પ્રેરણા ગુમ થયાની તમામ વિગતો સાથે અરજી આપી હતી. બાપોદ પોલીસ દ્વારા અમારી સાથે ઉદ્ધતાઇભર્યું વર્તન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

પ્રેરણાનો મૃતદેહ
હત્યા કરીને લાશ કેનાલમાં ફેંકી દીધી
પ્રિયાએ જણાવ્યું કે, બાપોદ પોલીસ મથકમાં અમે આપેલી અરજીમાં પ્રેરણાને અભય પલાસ લઇને નીકળ્યો હોવાનું પણ જણાવ્યું હતું. પરંતુ, પોલીસ તંત્ર દ્વારા અમારી અરજીને ગંભીરતાથી લેવામાં આવી ન હતી. દરમિયાન અમે અભય પલાસનો ફોન ઉપર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, તેનો સંપર્ક થઇ શક્યો ન હતો. આથી અમોએ અભયની પત્ની મિનાક્ષીબહેનનો સંપર્ક કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, મારો પતિએ કોઇ કાંડ કર્યો છે. હું તેને લઇને પોલીસ મથકમાં પહોંચુ છું. પરંતુ, મિનાક્ષીબહેન તેના પતિ અભયને લઇ પોલીસ મથકમાં આવી ન હતી. ત્યાર બાદ અમોએ મીનાક્ષીબહેનનો પુનઃ સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો. પરંતુ, તેનો ફોન પણ સ્વિચઓફ આવ્યો હતો. આથી મારી બહેન પ્રેરણાને અભયેજ મારી નાંખી લાશ કેનાલમાં ફેંકી દીધી હોવાની શંકા મજબૂત બની છે.

સયાજી હોસ્પિટલમાં પોષ્ટમોર્ટમ કરાયું
અભય પલાસનું પરિવાર ફરાર
દરમિયાન મારી બહેન પ્રેરણાનો મૃતદેહ છાણી નર્મદા કેનાલમાંથી મળી આવ્યો હતો. પ્રેરણાનો મૃતદેહ કેનાલમાંથી મળી આવતા ફતેગંજ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. બીજી બાજુ બાપોદ પોલીસ મથકના પોલીસ જવાન વિનોદભાઇએ જણાવ્યુ હતું કે, પ્રેરણાને અભય પલાસ લઇ ગયો હોવાના મૂકાયેલા આક્ષેપના પગલે અભય પલાસની તપાસ કરવા તેના ઘરે પોલીસ પહોંચી હતી. પરંતુ, તેના ઘરે તાળું હતું. પરિવાર ઘરને તાળું મારી ફરાર થઇ ગયું હોય તેમ જણાય છે.
ગામના સ્મશાનમાં અંતિમ સંસ્કાર
બીજી બાજુ રહસ્યમય મોતને ભેટેલી પ્રેરણા શર્માનો મૃતદેહ પરિવારે સ્વિકારી તેના અંતિમ સંસ્કાર ગામના સ્મશાનમાં કર્યા હતા. રહસ્યમય રીતે મોતને ભેટેલ પ્રેરણા શર્માના બનાવે આમલીયા ગામમાં ચકચાર જવાવી મૂકી છે. આખા ગામમાં પ્રેરણાના રહસ્યમય મોતની ચર્ચા ચાલી રહી છે. પ્રેરણાની મોટી બહેન પ્રિયા અને પરિવારજનોએ પ્રેરણાએ આપઘાત કર્યો નથી. પરંતુ, તેની અભય પલાસે હત્યા કરી લાશ કેનાલમાં ફેંકી દીધી હોવાનો સનસનીખેજ આક્ષેપ મૂકી આરોપીની ધરપકડ કરી તેની સામે કડક કાર્યવાહી કરવા માટે પરિવારે માંગણી કરી છે. પ્રિયા શર્માએ પોલીસ સમક્ષ આક્ષેપ કર્યો હતો કે, પોલીસ દ્વારા અમારી બહેન પ્રેરણાને અભય પલાસ લઇ ગયો હોવાની અરજીને ગંભીરતાથી લેવામાં ન આવતા મારે મારી બહેન ગુમાવવાનો વખત આવ્યો છે. મારી બહેનને પણ માહિતી આપી હતી.

ફતેગંજ પોલીસે કાર્યવાહી હાથ ધરી
પ્રેરણાનું મોત 72-75 કલાક પહેલાં થયું
જોકે, પ્રેરણા શર્માએ નર્મદા કેનાલમાં અકસ્માતે પડી જવાથી ડૂબી જવાથી મોત નીપજ્યું છે કે પછી તેને આપઘાત કર્યો છે કે પછી તેની હત્યા કરીને લાશ ફેંકી દેવામાં આવી છે. તે રહસ્ય અકબંધ છે. છાણી કેનાલમાંથી પ્રેરણા શર્માનો મૃતદેહ મળ્યા બાદ તેની કાર્યવાહી કરનાર અને તપાસ કરનાર હેડ કોન્સ્ટેબલ ભારસીંગભાઇએ જણાવ્યું હતું કે, પ્રેરણાની લાશ ડીકંપોઝ થઇ ગયેલી હતી. પરિવારને તેના કપડાં, કાનની બુટ્ટી, ગળમાં પહેરેલી પેન્ડલવાળી ચેન ઉપરથી ઓળખી હતી. પ્રેરણા ચોક્કસ ક્યા સ્થળે ડૂબી છે તેની માહિતી મળી નથી. પરંતુ, પોષ્ટ મોર્ટમ કરનાર તબીબોનું માનવું છે કે, પ્રેરણાનું મોત લાશ મળ્યાના 72-75 કલાક પહેલાં થયું છે. પ્રેરણાના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે એફ.એસ.એલ. ની પણ મદદ લેવામાં આવી છે. તે સાથે તેના વિશેરા સુરત ખાતે મોકલી આપવામાં આવ્યા છે. પ્રેરણા શર્માનું મોત ચોક્કસ કયા કારણોસર થયું છે તે પોષ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે. હાલ રિપોર્ટની રાહ જોઇ રહી છે. પોષ્ટોમર્ટમ રિપોર્ટ આવ્યા બાદ પોલીસ તંત્ર દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે.