સાઈઝ ઝીરો હોટેલમાં કર્મચારીએ મોડી રાત્રીએ ગળેફાંસો ખાધો,બેકાબુ કારે અડફેટે લેતા પાંચ વર્ષના બાળકને કાળ ભેટી ગયો | Five-year-old child dies after being run over by a runaway car, employee at Size Zero Hotel choked late at night | Times Of Ahmedabad

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક
અર્જુન દાનસિંગ શાઉદની ફાઈલ તસવીર - Divya Bhaskar

અર્જુન દાનસિંગ શાઉદની ફાઈલ તસવીર

રાજકોટના કાલાવડ રોડ પર આવેલી સાઈઝ ઝીરો હોટેલમાં મોડી રાત્રે નેપાળી યુવાન અર્જુન દાનસિંગ શાઉદ (ઉ.વ.20) એ મોડીરાત્રે એકાદ વાગ્યે પંખા સાથે વાયર બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોતે બે ભાઈમાં મોટો હતો અને એકાદ મહિના પહેલા જ તે નેપાળથી રાજકોટ આવી હોટેલમાં નોકરી કરતો હતો. રાત્રે બીજા સ્ટાફમાં લોકો જાગ્યા ત્યારે ત્યાં આ અર્જુન લટકતી હાલતમાં જોઈ હોટેલ સંચાલકને જાણ કરી હતી અને બાદમાં ઉતારીને સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવતા તેમને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. આ અંગે રાજકોટ તાલુકા પોલીસ સ્ટાફે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

મૃત બાળકની ફાઈલ તસવીર

મૃત બાળકની ફાઈલ તસવીર

બેકાબુ કારે અડફેટે લેતા પાંચ વર્ષના બાળકને કાળ ભેટી ગયો
રાજકોટના લોધીકા નજીક માખાવડ ગામ પાસે ગણેશ ઈન્ડસ્ટ્રીઝ નામના કારખાનાની ઓરડીમાં રહેતાં મુળ બાબરાના સંજયભાઈ લઘુભાઈ ગોરાસવાને સંતાનમાં એક પુત્ર જયદીપ (ઉ.વ.5) અને એક પુત્રી છે. ગઇકાલે બપોરના ત્રણ વાગ્યે સંજયભાઈ તેમના પત્ની કાજલ અને પુત્ર જયદીપ સાથે કારખાનેથી ઘરવખરીનો સામાન લેવા માટે લોધીકા ગયા હતાં. જયાંથી ખરીદી કરી રીક્ષાની રાહમાં ઉભા હતા ત્યારે અજાણ્યા કારચાલકે તેમને કારમાં બેસાડયા હતા અને ગણેશ ઈન્ડસ્ટ્રીઝ સામે ઉતાર્યા હતા. દરમિયાન તેમની પત્નીનો હાથ છોડાવી જયદીપ રોડ ક્રોસ કરતો હતો ત્યારે રાવકી તરફથી આવતા અજાણ્યા કાર ચાલકે તેને અડફેટે ચડાવતાં રોડ પર ફંગોળાયો હતો અને કાર પણ થોડે દુર પલટી મારી ગઈ હતી. બાદમાં ગંભીર રીતે ઘવાયેલ બાળકને ખાનગી વાહનમાં રાજકોટ સિવિલ હોસ્પીટલે સારવારમાં ખસેડાયો હતો. જયાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે લોધીકા પોલીસે મૃતક બાળકના પિતાની ફરિયાદ પરથી કાર ચાલક સામે ગુનો નોંધ્યો હતો. જયદિપ પરિવારનો એકનો એક પુત્ર હતો જેમના મોતથી પરિવાર પર આભ તુટી પડયું હતુ.

આરોપી દિનેશ વાજેલિયા

આરોપી દિનેશ વાજેલિયા

લિફ્ટના નામે ચીલઝડપ કરતો તસ્કર ઝડપાયો
રાજકોટ શહેરમાં લિફ્ટ માંગવાના બહાને ચીલઝડપ કરી સોનાનો ચેઇન ઝૂંટવી નાસી જનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. CCTV ફુટેજમાં દેખાતો શખ્સ છોટુનગર વિસ્તારમાં હોવાની સચોટ બાતમીના આધારે પોલીસની ટીમ આરોપીને પકડવા છોટુનગર વિસ્તારમાં પહોંચી હતી જ્યાં આરોપી દિનેશ વાજેલિયા (ઉ.વ.30) મળી આવતા તેની અટકાયત કરી પૂછપરછ કરતા પોતે રૂપિયાની જરૂર હોવાથી લિફ્ટ માંગવાના બહાને પાછળ બેસી બાદમાં સોનાના ચેઇન ને ઝૂંટવી ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે આરોપીની ધરપકડ કરી તેની પાસેથી સોનાનો ચેઇન કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

સિવિલમાં નવજાત બાળકીને છોડીને માતા-પિતા ફરાર
રાજકોટ સિવિલ હોસ્‍પિટલના કે.ટી.ચિલ્‍ડ્રન વિભાગમાં એક નવજાત બાળકીને બિમારીની સારવાર માટે દાખલ કરવામાં આવ્‍યા બાદ તેના માતા-પિતા તેણીને મુકીને જતાં રહેતાં તબિબે પોલીસને જાણ કરી છે. ગત 25 માર્ચના રોજ 26 દિવસની બાળકીને સરકારી હોસ્પિટલમાં કે.ટી.ચિલ્‍ડ્રન વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. આ સમયે બાળકના માતાનું નામ મીના અને પિતાનું નામ ઇશ્વર મકવાણા જણાવ્યું હતું અને તેઓ ગોંડલ આશાપુરા ચોકડી ખાતે રહેતા હોવાનું એડ્રેસ લખાવાયું હતું. બાળકી સારવારમાં હોઇ ગઇકાલે તેણીને મુકીને માતા-પિતા જતાં રહેતાં તબિબ અને સ્‍ટાફે તપાસ કરવા છતાં ન મળતાં એમએલસી કેસ જાહેર કરી પોલીસને જાણ કરતાં પ્રદ્યુમનનગર પોલીસે તપાસ હાથ ધરી છે.

માવજીભાઇ ગેલાભાઇ સાથળીયાનું મોત

માવજીભાઇ ગેલાભાઇ સાથળીયાનું મોત

કુતરૂ આડે આવતાં બાઇક સ્‍લીપ થતાં નિવેદ માટે ગયેલા પ્રૌઢનું મોત
રાજકોટના કુવાડવાના સૂર્યારામપરા પાસે આવેલા સણોસરા ગામે રહેતાં માવજીભાઇ ગેલાભાઇ સાથળીયા (ઉ.વ.50) પુત્ર સવશી સાથળીયા (ઉ.વ.19)ના બાઇકમાં બેસી ગઇકાલે આઠમ નિમીતે લુણીધાર ખાતે સગાએ યોજેલા માતાજીના માંડવામાં ગયા હતાં અને ત્‍યાંથી નોંધણવદર નિવેદ માટે ગયા હતાં. પરત સાંજે સાડા ચારેક વાગ્‍યે રાજકોટ તરફ આવતી વખતે વાસાવડથી દડવા વચ્‍ચેના માર્ગ પર પહોંચ્‍યા ત્‍યારે કુતરૂ આડે આવતાં બાઇક સ્‍લીપ થતાં ચાલક પુત્ર સવશી અને પાછળ બેઠેલા પિતા માવજીભાઇને ઇજાઓ થઇ હતી. જેમાં પુત્ર સવશીને સામાન્‍ય ઇજા હતી જયારે પિતા માવજીભાઇને ગંભીર ઇજા પહોંચી હતી માટે સારવાર અર્થે રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ ટુંકી સારવાર બાદ મોત નિપજતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે વડીયા પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર માવજીભાઇ ચાર ભાઇ અને ત્રણ બહેનમાં વચે હતાં. સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. પોતે નિવૃત જીવન જીવતાં હતાં.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post