જામનગરએક કલાક પહેલા
- કૉપી લિંક

પ્રથમ વખત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકો માટે સમિતિની જ શાળાના મેદાનમાં શાળા નંબર 1 (લાલવાડી) ખાતે આવેલ વિશાળ મેદાનમાં આંતરશાળા બાળ રમતોત્સવ યોજાયેલ હતો. જેમાં 50 મીટર દોડ, 100 મીટર દોડ, 200 મીટર દોડ, 400 મીટર દોડ, લાંબીકૂદ, સોફટ બોલ ફેંક,ગોળાફેંક, ઉંચીકૂદ, ચક્રફેંક, લંગડી ફાળ કૂદ વગેરે સ્પર્ધાઓ યોજાયેલ આ તમામ સ્પર્ધાઓમાં 475 જેટલા કુમાર અને કન્યાઓએ ભાગ લીધેલ હતો . શાળાનં. 1 લાલવાડી શાળામાં પ્રથમવખત 400 મીટર દોડનું સમિતિની શાળામાં જ આયોજન કરવામાં આવેલ હતું.

રમત ગમત સ્પર્ધામાં સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ કનખરા, માન.ઉપાધ્યક્ષા પ્રજ્ઞાબા સોઢાએ બાળકોની 400 મીટરની દોડ સ્પર્ધાનું કલેપર દ્વારા પ્રસ્થાન કરાવવામા આવ્યું હતું અને બાળ રમતોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે તમામ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે સ્ટેન્ડીંગ કમિટિ,મહાનગરપાલિકા,જામનગરના ચેરમેન મનીષભાઈ કટારીયા ઉપસ્થિત રહી અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતાં સાથે સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,જામનગરના ચેરમેન મનીષભાઈ કનખરા,ઉપાધ્યક્ષા પ્રજ્ઞાબા સોઢા, શિક્ષણ સમિતિના સભ્ય ઓ યાત્રીબેન ત્રિવેદી, સંજયભાઈ દાઉદીયા, મનીષાબેન બાબરીયા, પરસોતમભાઈ કકનાણી, શિક્ષણ સમિતિની અલગ – અલગ શાળાના શિક્ષક ભાઈ બહેનો, વ્યયાયામ શિક્ષકઓ, તેમજ માધ્યમિક વિભાગના નિવૃત વ્યાયામ શિક્ષકઓ અગ્રાવતભાઈ, ચૌહાણભાઈ વગેરે ઉપસ્થિત રહયાં હતાં
