આજથી ફરી બે દિવસ આગાહી, રાજકોટમાં પવનની ગતિ વધી વાદળો છવાયા,કૃષિ પેદાશોને નુકસાન પહોંચવાની ભીતિ | Forecast for two more days from today, wind speed increased in Rajkot, clouds covered, fear of damage to agricultural produce | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Forecast For Two More Days From Today, Wind Speed Increased In Rajkot, Clouds Covered, Fear Of Damage To Agricultural Produce

રાજકોટ12 મિનિટ પહેલા

  • કૉપી લિંક
વરસાદી વાતાવરણ - Divya Bhaskar

વરસાદી વાતાવરણ

ગુજરાતમાં આ વર્ષે ઉનાળાની શરૂઆત થતાની સાથે સાથે કમોસમી વરસાદની પણ શરૂઆત થવા પામી હતી. માર્ચ મહિનાની શરૂઆત થી પખવાડ્યા સુધી થયેલ માવઠા બાદ ફરી આજથી બે દિવસ માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે અને આવતીકાલે રામનવમીના દિવસે માવઠું થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. જેમાં આજે બપોરના 2 વાગ્યા બાદ પવનની ઝડપમાં વધારો જોવા મળી રહ્યો છે અને માવઠાની શક્યતા સેવાઈ રહી છે તેમજ વરસાદી વાતાવરણથી આકાશ ઘેરાયેલું જોવા મળી રહ્યું છે.

પવનની ઝડપમાં વધારો જોવા મળી રહ્યો છે

પવનની ઝડપમાં વધારો જોવા મળી રહ્યો છે

આ સ્થળો પર વરસાદ વરસવાની શક્યતા
હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલ એટલે કે તા.29 અને 30 માર્ચના રોજ સૌરાષ્ટ્રમાં મોરબી, જામનગર, રાજકોટ, કચ્છ, પોરબપંદર, દ્વારકા, બોટાદ, અમરેલી, ભાવનગર, સોમનાથ સહિત જલ્લામાં તથા સુરત, ભરુચ, અમદાવાદ, ગાંધીનગર, સહિત વિસ્તારમાં પણ છૂટાછવાયા પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

કૃષિ પેદાશોને નુકસાન થવાની શક્યતા

કૃષિ પેદાશોને નુકસાન થવાની શક્યતા

ગીરની વિશ્વપ્રસિધ્ધ કેસર કેરી

ગીરની વિશ્વપ્રસિધ્ધ કેસર કેરી

માવઠાના કારણે કે મોડી આવશે!
ઉલ્લેખનીય છે કે કમોસમી માવઠાના માહોલથી ફરી ખેડૂતોને પડ્યા ઉપર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદથી કૃષિ પેદાશોને નુકસાન ઉપરાંત જનસ્વાસ્થ્ય ઉપર પણ અસર પહોંચી રહી છે. તો બીજી તરફ ગીરની વિશ્વપ્રસિધ્ધ કેસર કેરી પણ બજારમાં આ વર્ષે માવઠાના કારણે મોડી આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે…