ચારેક દિવસ પૂર્વે મહિલાના ગળામાંથી સોનાની ચેઈન ઝૂંટવનાર ઝડપાયો, આજે ફરી ચીલઝડપ કરવાની ફિરાકમાં હતો | Four days ago, the person who snatched the gold chain from the woman's neck was caught, today he was in the mood to make a fuss again. | Times Of Ahmedabad

ભાવનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

ભાવનગર શહેરમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને પેરોલ ફ્લોના માણસો દ્રારા શહેરના મહિલા કોલેજ પાસેથી ચિલ ઝડપ કરવાની ફિરાકમાં હતો તેને ઝડપી લેતા તેની પાસેથી ચીલઝડપ કરેલ ચેઈન સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મહિલાના ગળામાંથી સોનાનાં ચેઇનની ચીલઝડપ કરી
આ બનાવ અંગે એલસીબી કચેરીથી મળતી માહિતી મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે, મહિલા કોલેજ સર્કલથી દિપક ચોક સર્કલ તરફ જવાનાં રસ્તા ઉપર નરેશ માધાભાઇ ચૌહાણ સફેદ કલરનો શર્ટ તથા ભુરા કલરનું લોઅર પહેરેલ ઉભો હતો, તેને તપાસ કરતા તેની પાસેથી સોનાનો ચેઇન મળી આવ્યો હતો, આ ચેઇન અંગે વધુ પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, આજથી આશરે ચારેક દિવસ પહેલાં મોટરસાયકલ લઈ મહિલા કોલેજ પાસે આવેલ દેરાસર પાસે મુકીને દેરાસરથી સવારના દસેક વાગ્યાની આસપાસ ઘર તરફ જતાં એક બહેનની પાછળ-પાછળ જઇ મહિલાના ફલેટમાં લીફટ પાસે ઉભા હતાં. ત્યારે મહિલાનાં ગળામાંથી સોનાનાં ચેઇનનાં બે જાટકા મારતાં ચેઇન તુટી જતાં દોડીને મોટર સાયકલ પાસે આવી મોટરસાયકલ લઇને ભાગી ગયેલ હોવાનું અને આજે પણ પોતે મહિલા કોલેજ પાસે સોનાનાં ચેઇનની ચીલઝડપ કરવા માટે આવેલ હોવાની કબુલાત આપી હતી,

ઈસમને ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં સોંપી આપ્યો
આ આધારે પોલીસે નરેશ માધાભાઇ ચૌહાણ ઉ.મ.30 રહે.પટેલનગર, મીલ્ટ્રી સોસાયટી વાળા પાસેથી ફેન્સી ડીઝાઇનનો 28 ઇંચ લંબાઇનો સોનાનો ચેઇન જેનું વજન- 31 ગ્રામ 410 મીલીગ્રામની કિ.રૂ.1,58,800 તથા કાળા કલરનું લાલ-સીલ્વરપટ્ટાવાળું હોન્ડા કંપનીનું શાઇન મોટર સાયકલ રજી.નંબર-GJ-04-CM 5285 કિ.રૂ.30,000 મળી કુલ રૂ.1,88,800નો મુદ્દામાલ ઝડપી લઈ તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم