દેવગઢ બારીઆના ડભવામાં ચાર વિદ્યાર્થિનીઓને અજાણ્યા વાહને ટક્કર મારી, તમામને સારવાર માટે ખસેડવામાં આવી | Four female students hit by unknown vehicle in Dabhawa, Baria, Devgarh, all shifted for treatment | Times Of Ahmedabad

દાહોદ29 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ઘરે જતાં અકસ્માત નડયો

દેવગઢ બારીયા તાલુકાના ડભવા ગામે કારે અડફેટમાં લેતાં SSC ની પરીક્ષા આપી પરત ઘરે જતી સાગટાળા ગામની બે સગી બહેનો સહિત ચાર વિદ્યાર્થિનીઓ ગંભીર ઈજા પહોંચી હતી. ચારેય ઇજાગ્રસ્ત વિદ્યાર્થિનીઓને દે.બારિયા સરકારી દવાખાને સારવાર માટે ખસેડાઇ હતી. જેમાં એકને માથામાં ગંભીર ઇજા થતાં ખાનગી દવાખાને ખસેડાઇ હતી. અકસ્માતની જાણ થતાં પરીવારજનો સહિત પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.

ચાર કિશોરીઓ પરીક્ષા આપી પરત જતી હતી.

દેવગઢ બારીઆ તાલુકાના ડભવા ગામે સર્વોદય વિદ્યામંદિર શાળાં સાગટાળામાં હાલમા એ,.એસ.સી.ની પરીક્ષા ચાલતી રહી છે.આ પરીક્ષામા આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવતા હોય છે. જે પરીક્ષાને લઈ શનિવારે સાગટાળાગામની બે બહેનો હંસા નરવતભાઈ નાયક, દક્ષા નરવતભાઈ નાયક તથા તેમના ફળિયાની સેજલ રમેશભાઈ નાયક અને ધર્મિષ્ઠા મહેશભાઇ નાયક ડભવા સર્વોદય વિદ્યામંદિર શાળામા ધોરણ 10નું પેપર આપી દોઢ વાગ્યાંના અરસામા ચારેય વિદ્યાર્થીનીઓ સાથે પોતાના ઘરે જવા નિકળી હતી.

અકસ્માત થતાં ગ્રામજનો દોડી આવી 108 બોલાવી

તે દરમિયાન શાળાથી થોડે દુર એક અજાણ્યા વાહન ચાલકે પોતાનુ વાહન ગફ્કત રીતે હંકારી લાવી રોડની સાઇડમાં ચાલતી વિદ્યાર્થીનીઓને અડફેટમાં લેતાં ચારેય ફંગોળાઈ ગઈ હતી. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને ફરાર થઇ ગયો હતો. જેમાં ચારેયને ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જાતા નજીકમાથી ગ્રામજનો દોડી આવ્યા હતા અને 108 ઇરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરી બોલાવી ચારેય ઇજાગ્રસ્તને દેવગઢ બારિયા સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવી હતી. જેમાં ધર્મિષ્ઠા નાયકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેને ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવી હતી. અકસ્માતની જાણ થતાં વિદ્યાર્થિનીઓના પરિવાર અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી ગયા હતા. અકસ્માત સર્જી વાહન મુકી નાસી ગયેલા ચાલક સામે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post