જામનગર28 મિનિટ પહેલા
- કૉપી લિંક

પ્રતીકાત્મક તસવીર
જામનગર ખંભાળિયા ધોરીમાર્ગ પર સરમત ગામના પાટીયાં પાસેથી પસાર થઈ રહેલા 24 ટન કોલસો ભરેલા ટ્રકની ચાર લૂંટારુઓ દ્વારા લૂંટ ચલાવવામાં આવી હતી. આ લૂંટ ચલાવેલા ટ્રકને હંકારીને લૂંટારુઓ ભાગવા જતાં ટ્રકનું ટાયર ફાટLE ટ્રક માર્ગ પર રેઢો મુકીને લૂંટારૂ શખ્સો નાશી છુટ્યા હતા. સિક્કા પોલીસે ચારેય લૂંટારુઓ સામે ગુનો નોંધી ટ્રક કબજે કર્યો છે, અને તમામ ની શોધખોળ હાથ કરી છે.
આ લૂંટના બનાવની વિગત એવી છે કે, જામનગરના બેડી વિસ્તારમાં રહેતો ઈસુભાઈ સાંઘાણી નામનો ટ્રકચાલક ગઈકાલે પોતાના ટ્રકમાં 24 ટન કોલસો ભરીને જામનગર- ખંભાળિયા હાઈવે રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. દરમિયાન સરમત ગામના પાટિયા પાસે સિક્કાના વતની યસ ઉર્ફે ડાડો ગોસ્વામી તેમજ અન્ય ત્રણ શખ્સોએ ટ્રકને રોકાવ્યો હતો અને ડ્રાઇવરને માર મારી ઇજા પહોંચાડી જીજે-10 ટી.એકસ.4523 નંબરના ટ્રકની લૂંટ ચલાવી ભાગી ફૂટચા હતા. આ મામલે ટ્રક ડ્રાઇવર ઇસુબ અલારખાએ સિક્કા પોલીસ મથકમાં લૂંટની ફરિયાદ નોંધાવી હતી. અને સિક્કા પોલીસે ચરા ઉર્ફે ડાડો ગોસ્વામી નામનો સિક્કાનો વતની અને તેની સાથેના ત્રણ જાણ્યા શખ્સો સામે આઈપીસી કલમ 394,323 અને 114 મુજબ ગુનો નોંધ્યો હતો અને લૂંટારાઓની શોધ ખોળ હાથ ધરી હતી.
દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું, કે લૂંટારુઓ ટ્રકની લૂંટ ચલાવીને ભાગી રહ્યા હતા. દરમિયાન સરમત ગામ થી થોડે દૂર ટ્રકનું ટાયર ફાટ્યું હતું, જેથી ટ્રકને માર્ગ પર રેઢો મૂકીને ભાગી છુટ્યા છે, જેઓને પકડવા માટે સિક્કાના ઇન્ચાર્જ પી.એસ.આઈ. વાય. બી. રાણા અને તેમની ટીમ તપાસ ચલાવી રહી છે, અને માર્ગ પર રેઢો પડેલો ટ્રક કબજે કરી લેવાયો છે.