- Gujarati News
- Local
- Gujarat
- Botad
- Friends Of Ashok Vatika Area Of Botad Town Drowned In Canal; The Fire Department Reached The Spot And Recovered The Bodies Of All The Four
બોટાદ44 મિનિટ પહેલા
- કૉપી લિંક

બોટાદ શહેરના સેથળી ગામ પાસે નર્મદા કેનાલમાં નાહવા પડેલા ચાર યુવાનો ડૂબ્યા. ફાઇર વિભાગને જાણ કરતા બે કલાકની જહેમત બાદ ચારેય યુવાનોની લાશ મળી આવી. તમામ મૃતકો બોટાદના પાળીયાદ રોડ અશોક વાટિકાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. બનાવના પગલે મામલતદાર અને પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.

બોટાદ શહેરમાં આવેલ પાળીયાદ રોડ ઉપર આવેલા અશોક વાટીકા સોસાયટીમાં રહેતા ચાર મિત્રો ચાવડા અશ, ધુવાર્ષ પ્રજાપતિ, લક્ષ બોરીચા અને સોયા ધ્રુવ આજરોજ બપોરના 12:00 વાગ્યાની આસપાસ બોટાદ તાલુકાના સેથળી ગામ પાસે પસાર થતી નર્મદા કેનાલમાં નાહવા માટે ગયા હતા. ત્યારે આ ચારેય યુવાનો નાહવા ગયા બાદ ડૂબી જતા આજુબાજુના લોકોને જાણ થતા તાત્કાલિક બોટાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. બોટાદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સેથળી કેનાલ પાસે દોડી આવેલા અને ફાયર વિભાગના કર્મચારી તેમજ સ્થાનિક લોકોની મદદથી એક બાદ એક કુલ ચાર યુવાનોની ડેડબોડી બહાર કાઢવામાં આવી હતી. આ તમામ યુવાનોની ડેડબોડીને પીએમ અર્થે બોટાદની સરકારી સોનાવાલા હોસ્પિટલ ખસેડવામાં આવેલી છે. બનાવ પગલે બોટાદ એસપી, ડીવાયએસપી, મામલતદાર તેમજ 108ની ટીમ તમામ ઘટનાસ્થળે દોડી આવી હતી.

