ભાજપના સાંસદોને અચાનક દિલ્હીનું તેડું કેમ આવ્યું? જીતુ વાઘાણીની મુશ્કેલી વધી, હજુ કેટલા દિવસ કમોસમી વરસાદ પડશે? | From today you will not be able to grow shrifal in Pavagadh, the temple trust has made this alternative arrangement. Why did all the MPs of Gujarat get Delhi? | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • From Today You Will Not Be Able To Grow Shrifal In Pavagadh, The Temple Trust Has Made This Alternative Arrangement. Why Did All The MPs Of Gujarat Get Delhi?

એક કલાક પહેલા

ગુજરાતના તમામ સાંસદોની દિલ્લીમાં બેઠક

લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ હવે એક્શન મોડમાં આવી ગયો છે. વાત જાણે એમ છે કે, ગુજરાતના તમામ સાંસદોની આવતીકાલે દિલ્હીમાં એક બેઠક મળશે. જોકે આવતીકાલે એટલે કે 21 માર્ચે યોજાનારી આ બેઠકમાં તમામ સાંસદોને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. દિલ્હી ખાતે ગરવી ગુજરાત ભવનમાં યોજાનાર આ બેઠક ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાશે. ગુજરાતના તમામ સાંસદોની આવતીકાલે દિલ્લીમાં બેઠક મળવાની છે. જેને લઈ તમામ સાંસદોને આ બેઠકમાં હાજર રહેવા સૂચન કરાયું છે. 21 માર્ચે એટલે કે કાલે સાંજે 4:30 વાગ્યે આ બેઠક દિલ્હી ગરવી ગુજરાત ભવનમાં યોજાશે. મહત્ત્વનું છે કે, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં મળનારી આ બેઠકમાં જે.પી.નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ બેઠકમાં હાજર રહે તેવી શક્યતાઓ છે.

જીતુ વાઘાણીને હાઈકોર્ટનું તેડું

વિધાનસભા ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત તો થઈ પણ હવે ભાજપ નેતા જીતુ વાઘાણીને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ વિધાનસભાની ચૂંટણીમાં ભાવનગર બેઠક પર પોસ્ટરોનું વિતરણ થયું હતું. આપ નેતા રાજુ સોલંકીએ ભાજપને સમર્થન આપ્યાનાં પોસ્ટર વાઇરલ થયાં બાદ રાજુ સોલંકીએ ગુજરાત વિધાનસભામાં અરજી કરી હતી. આ તરફ આપ નેતા રાજુ સોલંકીએ પોસ્ટર વાઇરલ બાબતે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ દરમિયાન હવે રાજુ સોલંકીની અરજી વચ્ચે હવે ગુજરાત હાઇકોર્ટે ભાજપ નેતા જીતુ વાઘાણીને સમન્સ પાઠવ્યું છે. મહત્ત્વનું છે કે, આ મામલે હવે 21 એપ્રિલના રોજ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. વિધાનસભા ચૂંટણી ટાણે આવાં પોસ્ટર વાઇરલ થયા બાદ મામલો ગરમાયો હતો.

હજુ પાંચ દિવસ રહેશે વરસાદ

ગુજરાતભરમાં રવિવારે પણ કમોસમી વરસાદનો માર યથાવત્ રહ્યો હતો. રાજ્યના 33માંથી 27 જિલ્લાના 111 તાલુકામાં હળવાથી ભારે વરસાદ પડ્યો છે. ગાંધીનગરમાં તો બારે મેઘ ખાંગા થયા હોય એમ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉના, ગીર-ગઢડામાં ગાજવીજ સાથે 1થી 4 ઇંચ વરસાદ તૂટી પડતાં ઠેર-ઠેર પાણી ભરાયાં હતાં. મરચાંના હબ ગણાતા સનખડા ગામમાં વરસાદને કારણે મરચાં પાણીમાં વહેતાં થયાં હતાં. આ સાથે સૌરાષ્ટ્રમાં કેરીના પાકને પણ ભારે નુકસાન થયું છે. હવામાન વિભાગે વધુ પાંચ દિવસ કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં તેજ પવનો સાથે હળવાથી ભારે વરસાદ થઈ શકે છે. આ વિસ્તારોમાં કરા પડવાની આગાહી પણ કરવામાં આવી છે. કમોસમી વરસાદને પગલે જગતના તાતને મોઢે આવેલો કોળિયો છીનવાયો છે. હવે ગૃહિણીઓના બજેટમાં પણ માવઠાનો માર લાગવાનો છે, કારણ કે શાકભાજીના ભાવમાં 50 ટકા જેટલો વધારો નોંધાયો છે.

આજથી શ્રીફળ વધેરવા માટે મશીન
પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરે આજથી કોઈપણ વ્યક્તિ છોલેલું શ્રીફળ મંદિરમાં લાવી શકશે નહીં. છોલ્યા વિનાનું આખું નાળિયેર માતાજીને ધરાવી ઘરે લઈ જવાનું ફરમાન શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢ દ્વારા કરાયું છે. યાત્રાધામ પાવાગઢ મંદિરમાં આજથી છોલેલા શ્રીફળ પર પ્રતિબંધ લગાવ્યો છે. મંદિરની આસપાસ સ્વચ્છતા રાખવા નિર્ણય લેવાયો છે. મહત્ત્વનું છે કે, અત્યારે માચી ખાતે શ્રીફળ વધેરવાનાં મશીન મુકાયાં છે. આ પહેલાં દુધિયા તળાવ પાસે શ્રીફળ વધેરવાની જગ્યા હતી.યાત્રાધામ પાવાગઢ મંદિરમાં આજથી છોલેલા શ્રીફળ પર પ્રતિબંધ લગાવાયો છે. પાવાગઢ ટ્રસ્ટે છોલેલા શ્રીફળ નહીં લઈ જવાનો નિર્ણય કર્યો છે. મહત્ત્વનું છે કે, છોલ્યા વિનાનું આખું નાળિયેર માતાજીને ધરાવી ઘરે લઈ જવાનું ફરમાન શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢ દ્વારા કરાયું છે. જોકે આ મંદિરની આસપાસ સ્વચ્છતા રાખવા નિર્ણય લેવાયો છે.

ટોળું માર મારતું રહ્યું, લોકો વીડિયો ઉતારતા રહ્યા
અમદાવાદના ચાંગોદર નજીક એક યુવકને લોકોએ ચોર સમજીને ઢોરમાર માર્યો હતો. કોઈ પશુને નિર્દયતાથી જે રીતે મારતા હોય એ રીતે યુવકને લાકડીના દંડા ફટકારી રહ્યા હતા. યુવકને એટલો માર વાગ્યો કે તેનો જીવ જતો રહ્યો. આ તમામ ક્રૂરતાપૂર્વક બનેલી ઘટનાને લોકોએ મોબાઇલમાં રેકોર્ડ કરી હતી. સોશિયલ મીડિયામાં આ હૃદયદ્રાવક વીડિયો વાઈરલ થયા બાદ પોલીસે હાલ આ સંદર્ભ અજાણ્યા લોકો સામે ફરિયાદ દાખલ કરી છે. પોલીસે હત્યાના બનાવમાં 10 જેટલા લોકોની અટકાયત કરી હોવાની વિગતો સામે આવી રહી છે.અમદાવાદ જિલ્લા પોલીસવડા અમિત વસાવાએ જણાવ્યું હતું કે હાલ 10 જેટલા લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. જ્યારે મોબાઈલ પણ કબજે લેવામાં આવ્યા છે. હજી પણ બીજા લોકોની શોધખોળ ચાલુ છે. તેમને પણ શોધવામાં આવી રહ્યા છે.

કુંવરજી બાવળિયા પર હુમલાનો આક્ષેપ
જસદણ-વીંછિયાના કોળી આગેવાન મુકેશ રાજપરા પર જીવલેણ હુમલાનો બનાવ સામે આવ્યો છે. મુકેશ રાજપરાએ આ હુમલા પાછળ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. આજે સવારે વીંછિયા બંધનું એલાન મુકેશ રાજપરા દ્વારા આપવામાં આવ્યું હતું. પરંતુ એ પહેલાં જ મુકેશ રાજપરા સાથે બાઇક અથડાવી પગના ભાગે એક રાઉન્ડ ફાયરિંગ કરી છ જેટલા શખસોએ લોખંડના પાઇપ સહિતનાં હથિયારો સાથે હુમલો કર્યો હોવાનો મુકેશ રાજપરાએ આક્ષેપ કર્યો છે. આ અંગે દિવ્ય ભાસ્કરે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનો સંપર્ક કરતા તેમના પ્રતિનિધિએ ફોન ઉપાડ્યો હતો અને તેઓએ જણાવ્યું હતું કે, સાહેબ હાલ વિધાનસભા ગૃહમાં છે. મુકેશ રાજપરાને ગંભીર ઇજા પહોંચતા પહેલાં જસદણ અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મુકેશ રાજપરા કોળી સમાજના અગ્રણી છે અને વીંછિયા વિસ્તારના લોકોના પ્રશ્નો અવારનવાર ઉઠાવતા હોય છે. તાજેતરમાં જ મુકેશ રાજપરાએ કુંવરજીભાઈ બાવળિયાની હોસ્ટેલમાં વિદ્યાર્થિની દ્વારા કરવામાં આવેલા આપઘાતનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. હુમલો કરવા આવેલા શખસોએ પણ લોકોના પ્રશ્નો ઉઠાવતા હોવાનું કહી હુમલો કર્યો હતો. વીંછિયા પોલીસ રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચી છે અને મુકેશ રાજપરાની ફરિયાદ આધારે કાર્યવાહી શરૂ કરી છે.

મિત્રોએ જ કરી મિત્રની હત્યા
વલસાડના ઉમરગામ તાલુકામાં નારગોલ પાસે યુવકની થયેલી હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસે યુવકની હત્યા મામલે તેમના જ બે મિત્રોની ધરપકડ કરી છે. ઉમરગામના નારગોલના બારીઆવાડમાં રહેતો તરલ બારિયા 12 માર્ચે તેમના મિત્રો સાથે દરિયાકિનારે પાર્ટી કરવા જવાનું કહી નીકળ્યા બાદ ઘરે પરત ફર્યો ન હતો. રાત્રિના સમયે તેમનાં પરિવારજનોએ ફોન કરતા તરલ ફોન પણ ઉપાડતો ન હતો. બીજા દિવસે નારગોલ નવા તળાવ પારસી ડુંગરવાડી પાછળના ભાગે ખેતરમાંથી શંકાસ્પદ હાલતમાં તરલની લાશ મળી આવી હતી. તરલના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળેટૂંપો આપી હત્યા નિપજાવાઈ હોવાનું ખૂલતા પોલીસ ચોંકી ઊઠી હતી અને હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તરલની હત્યા નિપજાવતા પહેલાં ધૃવલ અને તેના મિત્ર જયે ક્રાઈમ સિરિયલનો એપિસોડ જોયો હતો. જેના આધારે બંને આરોપીઓએ 12 તારીખે દારૂની પાર્ટી કરવાનું કહી તરલને નારગોલના દરિયાકિનારા પાસે બોલાવ્યો હતો. અહીં દારૂના નશામાં રહેલા તરલને બંનેએ ગળેટૂંપો આપતા તરલ બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ તરલ મરી જ જાય તે માટે તેના મોઢામાં ઝેરી દવા નાખી દીધી હતી. બંને આરોપીઓએ ઠંડા કલેજે તરલની હત્યા નિપજાવ્યા બાદ મૃતકના મોબાઈલમાં ફોન પે એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. ત્યારબાદ મૃતકના ખાતામાંથી બે લાખ કરતાં વધુની રકમ કટકે કટકે ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધા હતા. આ જ ડેટાના આધારે પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે

અન્ય સમાચારો પણ છે…