મોડાસા ફાયર વિભાગે G-20 અંતર્ગત કામગીરી કરી; સાધનોને લઈ વિદ્યાર્થીઓને પ્રાયોગિક ધોરણે જાણકારી અપાઈ | Modasa Fire Department operated under G-20; Students were given practical knowledge about the equipment | Times Of Ahmedabad

અરવલ્લી (મોડાસા)એક કલાક પહેલા

  • કૉપી લિંક

કોઈપણ દુર્ઘટના કે અકસ્માત થાય ત્યારે તેને નિવારવા માટે ફાયર વિભાગની મુખ્ય ભૂમિકા હોય છે. ત્યારે ફાયર વિભાગ કઈ રીતે આફતને અવસરમાં ફેરવે છે તે બાબતની વિદ્યાર્થીઓને પ્રાયોગિક ધોરણે જાણકારી અપાઈ હતા.

મોડાસા કેળવણી મંડળ સંચાલિત સી જી બુટલા સર્વોદય હાઈસ્કૂલ ખાતે આજે મોડાસા નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા આકસ્મિક સંજોગોમાં ફાયરના કયા સાધનો વપરાય અને કેવી રીતે આ સાધનો ઉપયોગમાં લેવાય છે. આ બાબતની G-20 અંતર્ગત વિદ્યાર્થીઓને જાણકારી આપવામાં આવી હતી. ફાયર વિભાગના અધિકારી અને પાલિકાના કર્મચારીઓ દ્વારા સંપૂર્ણ માર્ગદર્શન આપી પ્રાયોગિક રીતે પણ સમજ આપી હતી.

ત્યારે પાલિકાના ફાયર વિભાગની કામગીરી જોઈને વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ પ્રભાવિત થયા છે. આમ કોઇ આકસ્મિક સમયે વિદ્યાર્થીઓ પણ દુર્ઘટના નિવારવા પ્રાથમિક નુસખો અપનાવી શકે છે. ત્યારે અત્યાર સુધી સ્કૂલમાં ફાયર વિશેની જાણકારીનો પ્રથમ વખત ડેમોસ્ટ્રેશન યોજાયો હતો.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post