જંબુસરના થણાવા ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાં ગાબડું, ખેતરો બેટમાં ફેરવાયા | A gap in the canal passing through the boundary of Jambusar's Thanawa village, fields turned into bats | Times Of Ahmedabad

ભરૂચએક કલાક પહેલા

  • કૉપી લિંક

જંબુસર તાલુકાના થણાવા ગામની સીમમાંથી પસાર થતી કેનાલની માઈનોર કેનાલમાં અવારનવાર ગાબડું પડતા ખેડૂતો હેરાન પરેશાન બની ગયા છે. જંબુસર તાલુકાના વિવિધ ગામોમાંથી પસાર થતી કેનાલોમાં વારંવાર ગાબડા પડવા સાથે કેનાલો તૂટી જતી હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે જંબુસર તાલુકાના થણાવા ગામની સીમમાંથી પસાર થતી કેનાલની માઈનોર કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળ્યા હોવા દ્રશ્યો સામે આવ્યા છે આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં સિંચાઈ વિભાગના અધિકારીઓ કામગીરી કરવાને બદલે ખેડૂતોને જ ધમકાવતા હોવાની બુમો ઉઠી છે સાથે સાફ-સફાઈના નામે બીલો મૂકી નાણા ચાઉં કરતા હોવાના આક્ષેપ કર્યા છે ત્યારે જવાબદાર અધિકારી સામે પગલા ભરવા સાથે ખેડૂતોની તંત્ર ખેડૂતોની વાહરે આવે તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે…