સુરેન્દ્રનગરએક કલાક પહેલા
- કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ગ્રામ પંચાયતની કચરાની ગાડીઓ 6 મહિનાથી ‘કચરામાં’ હોવાની સાથે લખતરના અનેક વિસ્તારોમાં કચરો જેમનો તેમ પડી રહ્યો છે. લખતર પંચાયતની ઘરે ઘરે કચરો લેવા જતી ગાડીઓ પણ હાલમાં કચરામાં જ પડી હોય તેવો ઘાટ લખતર સ્થાનિક પંચાયતના પરિસરમાં જોવા મળે છે. જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં કચરો જેમનો તેમ જ છે.
લખતર શહેરમાં ઘરે ઘરે કચરો લેવા જતા બે વાહનોની ખરીદી કરેલી છે. ગત પંચાયતની બોડી દ્વારા ઘરે ઘરે કચરો લેવા વાન શરૂ કરી હતી. પરંતુ હવે તે કોઈ કારણોસર લખતર ગ્રામપંચાયતમાં કચરામાં પડી હોય એટલે કે, બંધ પડી હોય તેમ જોવા મળે છે.
છેલ્લા છ એક મહિનાથી કચરાની ગાડીઓ બંધ હાલતમાં છે. આ ગાડીઓ હાલમાં કચરો લેવા ઘરે ઘરે ન જતી હોવાથી શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો લખતર શહેરના મોટા ભાગના વિસ્તારોમાં રોડ ઉપર જ મોટા પ્રમાણમાં કચરો ફેલાયેલો છે. તો સ્થાનિક તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.