ગાઝિયાબાદના કુખ્યાત ગેંગસ્ટરની ગાંધીધામથી ધરપકડ; શોભાયાત્રામાંથી મોબાઈલ ફોન ચોરી કરનાર ત્રણ દબોચાયા | Ghaziabad's Notorious Gangster Arrested From Gandhidham; Three arrested for stealing mobile phones from procession | Times Of Ahmedabad

ગાંધીધામએક કલાક પહેલા

  • કૉપી લિંક

કુખ્યાત ગેંગસ્ટરની ગાંધીધામથી ધરપકડ
ગાઝિયાબાદમાં લૂંટ, ગેંગસ્ટર એક્ટ સહિતના જુદા જુદા કેસમાં પાછલા કેટલાક સમયથી વોન્ટેડ કુખ્યાત શખ્સની ગાંધીધામથી ધરપકડ કરી લેવામાં આવી હતી. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ બિહારના વતની પ્રાણસિંહ દિલ્હી-એનસીઆર ગયો હતો. પરિવારની આર્થિક સ્થિત સારી ન હોવાથી નાણાં કમાવવા ગાઝિયાબાદ ગયો હતો. શરૂઆતના દિવસોમાં મજૂરીકામ કર્યું હતું. ત્યારે તેની સામે 2018માં પ્રથમ કેસ નોંધાયો હતો. જે બાદ તે 2019માં નકલી જામીન ઉપર મુંબઈ ભાગી ગયો હતો. ત્રણ વર્ષ સુધી ત્યાં છુપાયા બાદ કચ્છમાં આવ્યો હતો અને ટ્રેનની સફાઈનું કામ શરૂ કર્યું હતું. થોડા સમય બાદ આરોપી હાવડા જતી ટ્રેનમાં સફાઈનો સુપરવાઈઝર બન્યો હતો અને ગાંધીધામ સ્ટેશન પર રહેતો હતો.

થોડા સમય પહેલાં માતા-પિતા સાથે વાત કરતાં તેના વિશે ઉત્તરપ્રદેશ પોલીસે જાણકારી સાંપડી હતી. જેથી ગાઝિયાબાદ પોલીસની ટીમે તેને દબોચી લીધો હતો. પૂછતાછમાં તેણે જણાવ્યું હતું કે, તે બાઈક પર સવાર લોકો પાસેથી તે લૂંટ ચલાવતો હતો. તો વળી ક્યારેક ટેક્ષી ચલાવી સહયોગીઓ સાથે મુસાફરો પાસેથી લૂંટ કરતો હતો. આરોપીની ગેંગના સભ્યો 50થી વધુ ગુનામાં સંડોવાયેલા છે. તેઓએ ગાઝિયાબાદમાં પણ ગેંગ બનાવી હતી અને ઈન્દિરાપુરમ, કવિનગર, સાહિબાબાદમાં લૂંટ કરી આ ટોળકી મુદ્દામાલ વહેંચી લેતી હતી. પોલીસ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, કુખ્યાત શખ્સ ઉપર 50 હજારનું ઈનામ હતું.

શોભાયાત્રામાંથી મોબાઈલ ફોન ચોરી કરનાર ત્રણ દબોચાયા
ગઈકાલે ભગવાન રામચંદ્રની જન્મજયંતિ રામનવમી નિમિત્તે શહેરમાં સનાતન હિન્દુ સમાજ દ્વારા ઐતિહાસિક રથયાત્રા નીકળી હતી. શોભાયાત્રા પૂર્ણ થતા પીઆઈ સી.ટી.દેસાઈની સુચનાથી ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકની ટીમે પેટ્રોલિંગ દરમિયાન ગોપાલપુરી પાછળનાં રોડ ઉપરથી ત્રણ શંકાસ્પદ ઈસમો બાઈક પર મળી આવતા તેઓ પાસેથી મળી આવેલા આધાર પુરાવા વગરના 13 મોબાઈલ ફોન અંગે પુછપરછ કરતાં મોબાઈલો રામનવમી શોભાયાત્રામાંથી ચોરી કર્યા હોવાની કબૂલાત આપી હતી. કમલેશ રેગર, હનીફ હિંગોરજા તથા મનોજ મહેશ્વરીને પકડી પાડી 94,300ના 13 મોબાઈલ સાથે 40,000 હજારની મોટરસાયકલ સહિત કુલ 1,55,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم