Monday, March 27, 2023

વડોદરાના વાઘોડિયા GIDC પાસેથી 2 લાખની કિંમતના 20 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે રાજપુરોહિત હોટલનો કર્મચારી સહિત 3 ઝડપાયા | 3 including Rajpurohit hotel employee arrested with 20 grams of mephedrone drugs worth 2 lakhs from Vadodara tiger GIDC | Times Of Ahmedabad

વડોદરા3 મિનિટ પહેલા

  • કૉપી લિંક
વાઘોડિયા જી.આઇ.ડી.સી. પાસેથી ડ્રગ્સની હેરાફેરી કરતા ત્રણ ઝડપાયા - Divya Bhaskar

વાઘોડિયા જી.આઇ.ડી.સી. પાસેથી ડ્રગ્સની હેરાફેરી કરતા ત્રણ ઝડપાયા

યુવાધનને ખોખલુ કરી રહેલા નશાયુક્ત પદાર્થોની હેરાફેરી તેમજ વેચાણમાં વધારો થઇ રહ્યો છે. અને ખાસ કરીને કોલેજ કેમ્પસો પાસે નશાયુક્ત પદાર્થોના થઇ રહેલા વેચાણને પગલે યુવાધન તેના રવાડે ચઢી રહ્યું છે. વડોદરાના વાઘોડિયા જી.આઇ.ડી.સી. પાસે આવેલી હોટલમાં કામ કરતા કર્મચારી સહિત ત્રણ વ્યક્તિઓને જિલ્લા SOG એ બાતમીના આધારે રૂપિયા 2 લાખની કિંમતના 20 ગ્રામ મેફેડ્રોન સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

ડ્રગ્સની હેરાફેરી
વડોદરા જિલ્લા SOGના પી.એસ.આઇ. જે.એમ. પઢીયારે વાઘોડિયા પોલીસ મથકમાં મેફેડ્રોનની હેરાફેરી અને વેચાણ કરી રહેલા મહેન્દ્ર લક્ષ્મણ પુરોહિત (રહે. ભરતજી પુરોહિતની રાજપુરોહિત હોટલમાં, જીઆઇડીસી, વાઘોડિયા), અનોપ મોહનલાલ બિશ્નોઇ (રહે. હાલ ઇ-106, શ્રી હરી રેસિડેન્સી, તરસાલી, વડોદરા મૂળ રહે. દાંતા, રાજસ્થાન) અને રાજેશકુમાર રામલાલ બિશ્નોઇ (રહે. હાલ હરીદર્શન પેલેસ, મકરપુરા ડેપો પાછળ, વડોદરા. મૂળ રહે.. હરીપુરા ઢાની હાડેચા, રાજસ્થાન) સામે ફરિયાદ નોંધાવી હતી.

હોટલનો કર્મચારી ડ્રગ્સનો બંધાણી
પી.એસ.આઇ. જે. એમ. પઢીયારે વાઘોડિયા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વિગત એવી છે કે, એસ.ઓ.જી.ની ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન માહિતી મળી હતી કે, વાઘોડિયા જી.આઇ.ડી.સી.માં આવેલી રાજપુરોહિત હોટલમાં રહેતો અને કામ કરતો મહેન્દ્ર લક્ષ્મણ પુરોહિત ડ્રગ્સનો બંધાણી છે. અને તેમના માણસો દ્વારા બહારથી ડ્રગ્સ મંગાવે છે. અને તેના માણસો તેને ડ્રગ્સનો જથ્થો આપવા માટે આવવાના છે.

કોર્ડન કરી ત્રણને ઝડપી પાડ્યા
આ માહિતીના આધારે જિલ્લા એસ.ઓ.જી.એ. જી.આઇ.ડી.સી. ગેટ નંબર-1 પાસે વોચ ગોઠવી દીધી હતી. દરમિયાન મોટર સાઇકલ ઉપર બે વ્યક્તિઓ ડ્રગ્સનો જથ્થો આપવા માટે આવી પહોંચ્યા હતા. પોલીસે ડ્રગ્સના જથ્થાની હેરાફેરી થતી હતી તેજ સમયે તેઓને ફિલ્મી ઢબે કોર્ડન કરી લઇને ડ્રગ્સ મંગાવનાર મહેન્દ્ર પુરોહિત તેમજ ડ્રગ્સ આપવા માટે આવેલા અનોપ મોહનલાલ બિશ્નોઇ અને રાજેશકુમાર રામલાલ બિશ્નોઇને દબોચી લીધા હતા.

વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ
પોલીસે ડ્રગ્સ આપવા માટે આવેલા આરોપીઓ પાસેથી 20 ગ્રામ મેફેડ્રોન મળી આવ્યું હતું. પોલીસે રૂપિયા 2 લાખની કિંમતનું મેફેડ્રોન તેમજ મોટર સાઇકલ મળી કુલ્લે રૂપિયા 2,45,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને ત્રણે સામે વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. વાઘોડિયા પોલીસે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

આસપાસમાં કોલેજો આવેલી છે
વાઘોડિયા જી.આઇ.ડી.સી.માં આવેલી રાજપુરોહિત હોટલમાં કામ કરતો મહેન્દ્ર પુરોહિત તેના બે સાગરીત સાથે ઝડપાઇ જતા ચકચાર મચી ગઇ હતી. મહેન્દ્ર ખૂદ ડ્રગ્સનો બંધાણી હોઇ અને ડ્રગ્સ મંગાવી તેનું વેચાણ પણ કરતો હોવાનું પણ જાણવા મળ્યું છે. નોંધનીય છે કે, વાઘોડીયા જી.આઇ.ડી.સી.ની નજીકમાં કોલેજો આવેલી છે. અને આ કોલેજોમાં અભ્યાસ કરતા અનેક વિદ્યાર્થીઓ વાઘોડિયા તાલુકામાં રહેતા હોય છે. ત્યારે મહેન્દ્ર પુરોહિત મેફેડ્રોન ડ્રગ્સનું વેચાણ કરતો હતો કે કેમ તે દીશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.