કલોલ3 કલાક પહેલા
કલોલ શહેરના બોરીસણા રોડ પર નગરપાલિકાના ટેન્કર સાથે એકટીવા અથડાતાં અકસ્માત થયો હતો. તે સમયે ટ્યુશનથી ઘરે આવતી દીકરીને રસ્તામાં અકસ્માત નડ્યો હતો. જેમાં પાછળ બેઠેલી બહેનપણીને ફેક્ચર તેમજ ગંભીર ઇજાઓ થઈ હતી, જોકે બંને ઇજાગ્રસ્તને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે બાબતની ફરિયાદ ટેન્કર ચાલક વિરુદ્ધ કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.

બોરીસના રોડ પર નગરપાલિકાના ટેન્કર સાથે એક્સિડન્ટ થયું
કલોલ શહેરના બોરીસના રોડ ઉપર રહેતા કનૈયાલાલ બારોટની દીકરી વિશ્વા જે કલોલ ખાતે આવેલી લોટસ સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતી હતી. જે શહેરના શારદા સર્કલ પાસે આવેલા ટ્યુશન ક્લાસમાં ટ્યુશન માટે ગઈ હતી. જે તારીખ 5/3/2023 ના રોજ ટ્યુશનમાંથી છૂટીને એક તૃષા પટેલના એકટીવા પર બંને જણા ઘરે આવી રહ્યા હતા. તે સમય દરમિયાન બોરીસના રોડ પર પસાર થતાં ટેન્કર સાથે એક્સિડન્ટ થયું હતું.
પરિવારમાં દુઃખનો માહોલ છવાયો
અકસ્માત થયો હોવાથી ફોન કનૈયાલાલ ઉપર આવ્યો હતો, તેની જાણ થવાથી તેઓ ઘટ્ટ સ્થળે દોડી આવ્યા હતા. ત્યાં જઈને જોયું તો વિશ્વા ટેન્કરના બે વીલ પાસે ઇજાગ્રસ્ત હાલતમાં પડી હતી. તેને પગના ભાગે ઈજા થઈ હતી. જ્યારે તેની બેનપણી તૃષાને સામાન્ય ઇજાઓ થઈ હતી. જોકે બંને જણા સારવાર માટે કલોલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવા આવ્યા હતા. જેમાં વિશ્વાનું આજે સારવાર અર્થે મોત નીપજ્યું હતું. જેથી સમગ્ર પરિવારમાં દુઃખનો માહોલ છવાઈ ગયો હતો. જે સમગ્ર ઘટનામાં કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ હતી.