બાળકીની માતા પોલીસ સમક્ષ હાજર થઈ; સમગ્ર બાબતે પોલીસ પૂછપરછ બાદ જ ખુલાસો થશે | The girl's mother appeared before the police; The whole matter will be clarified only after the police inquiry | Times Of Ahmedabad

કડીએક કલાક પહેલા

  • કૉપી લિંક

દસ દિવસ પહેલા ઘુમાસણ રેલવે ક્રોસિંગના પુલની દિવાલની ઉપર ગોદડીમાં વિંટળાયેલી આશરે ત્રણ માસની ફૂલ જેવી બાળકી મળી આવી હતી. ત્યારે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે આજરોજ કડી તાલુકાના ઘુમાસણ સીમમાંથી મળી આવેલી બિન વારસી બાળકીની માતા પોલીસ સમક્ષ હાજર થઈ છે અને ખૂદને બાળકીની માતા જણાવી રહી છે. જોકે સમગ્ર બાબતે પોલીસની પૂછપરછ બાદ જ ખુલાસો થશે.

કડી તાલુકાના ઘુમાસણ સીમાથી 20 માર્ચના દિવસે ત્રણ માસની બાળકી મળી આવી હતી. જ્યાં ગામના યુવકને જાણ થઈ હતી. જ્યાં યુવકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને નંદાસણ પોલીસને જાણ કરી હતી. નંદાસણ પોલીસ ઘટનાસ્થળે દોડીને બાળકીનો કબજો લીધો હતો અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાંથી બાળકીને ગાંધીનગર સેક્ટર 15માં આવેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નિવાસી છાત્રાલયમાં મોકલી આપવામાં આવી હતી અને પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

જે અંતર્ગત મહેસાણા એલસીબી તેમજ એસઓજી અને નંદાસણ પોલીસે બાળકીના પરિવારજનોની શોધખોળ હાથ ધરી હતી અને સીસીટીવીના આધારે અલગ અલગ જગ્યાએ તપાસ કરી હતી, પરંતુ દસ દિવસ બાદ એક મહિલા નંદાસણ પોલીસ સ્ટેશન ખાતે હાજર થઈ છે જે બાળકીની માતા હોવાનું જણાવી રહી છે. જેને લઈ નંદાસણ પોલીસે બાળકીની માતાની પૂછતાછ હાથ ધરી હતી. શું ખરેખર આ મહિલા બાળકીની માતા છે? અને જો આજ મહિલા બાળકીની માતા હોય તો શું કામ બિનવારસી હાલતમાં છોડી દેવામાં આવી હતી? જે અંતર્ગત પોલીસ હાલ તેની પૂછતાછ કરી રહી છે. ઘટનાને લઇ મહેસાણા ડીવાયએસપી આર.આઇ. દેસાઈ પણ નંદાસણ પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم