- Gujarati News
- Local
- Gujarat
- A Gold Merchant Cut Short His Life After Being Tortured By Two Heretics At The Royal King Hotel On Sama Savli Road In Vadodara, Says Sushiite Note.
વડોદરા29 મિનિટ પહેલા
- કૉપી લિંક
વ્યાજખોરોના ચક્કરમાં ફસાઇ જતા સોની વેપારીએ આપઘાત કર્યો
શહેરમાં સોની અને ફાઇનાન્સના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી યુવાન આર્થિક ભીંસમાં આવી જતાં અને બે વિધર્મીઓ દ્વારા કરવામાં આવી રહેલી પઠાણી ઉઘરાણીથી ત્રસ્ત થઇ આપઘાત કર્યો હોવાનો ખુલાસો સુશ્યાઇટથી થયો છે. સમા પોલીસને હોટલના રૂમના બેડરૂમ નીચેથી વેપારીએ લખેલી સુશ્યાઇટ નોટ મળી આવી છે. પોલીસે સુશ્યાઇટ નોટના આધારે તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે, વેપારીએ સમા-સાવલી રોડ ઉપર આવેલી રોયલ કીંગ હોટલના રૂમ નંબર-405 માં ઝેરી દવા ગટગટાવી લઇ જીવન ટુંકાવ્યું હતું.
હોટલમાં તપાસ કરતા અંતિમ ચિઠ્ઠી મળી
આ સનસનીખેજ બનાવ અંગેની તપાસ કરી રહેલા સમા પોલીસ મથકના પી.આઇ. એમ.બી. રાઠોડે જણાવ્યું હતું કે, સમા-સાવલી રોડ ઉપર આવેલી આકાશ-ગંગા સોસાયટીમાં રહેતા અને સોનીના તેમજ ફાઇનાન્સનું કરતા 45 વર્ષિય ધર્મેશ ડાહ્યાભાઇ પરમારે સમા-સાવલી રોડ ઉપર આવેલી રોયલ કીંગ હોટલના રૂમ નંબર-405માં ઝેરી દવા ગટગટાવી લઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવ બાદ હોટલના રૂમની ઝીણવટભરી તપાસ કરવામાં આવતા બેડ નીચેથી એક સુશ્યાઇટ નોટ મળી આવી હતી.
ભાડે રાખેલી રૂમમાં જતી વખતની ધર્મેશ પરમારની તસવીર
પઠાણી ઉઘરાણી કરી રહ્યા હતા
સુશ્યાઇટ નોટ અંગેની માહિતી આપતા પી.આઇ. એમ.બી. રાઠોડે જણાવ્યું હતું કે, ધર્મેશ પરમારે સુશ્યાઇટ નોટમાં લખ્યું છે કે, મેં જે લોકોને નાણાં ધીર્યા હતા તે લોકો પરત કરતા નથી. અને મેં જે લોકો પાસેથી નાણાં લીધા હતા. તે લોકો મારી પાસે પઠાણી ઉઘરાણી કરી રહ્યા હતા. જેમાં બે વિધર્મી યુવાનો દ્વારા ખૂબ ત્રાસ આપવામાં આવતો હતો. ત્રાસ સહન ન થતાં, અંતિમ પગલું ભરવાનો વખત આવ્યો છે.
ઘટનાની રાત્રે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા
FSLઅને હેન્ડ રાયટીંગ એક્સપર્ટની મદદ લેવાશે
પી.આઇ. એમ.બી. રાઠોડે વધુમાં જણાવ્યું હતું કે, ધર્મેશ પરમારના આપઘાતનું કોકડું ઉકેલવા મળી આવેલી સુશ્યાઇટ નોટ FSL તેમજ હેન્ડ રાયટીંગ એક્સપર્ટની મદદ લેવામાં આવશે. ઉપરાંત તેના પરિવારજનોની પણ પૂછપરછ કરવામાં આવશે. તે સાથે ધર્મેશ પરમારના મોબાઇલ ફોનની કોલ ડિટેઇલ મેળવવાની તજવીજ શરૂ કરી દેવામાં આવી છે. સુશ્યાઇટ નોટમાં ધર્મેશ પરમારે કોઇના નામો લખ્યા નથી. માત્ર બે મુસ્લીમો દ્વારા ત્રાસ અપાતો હોવાનું જણાવ્યું છે.
રોયલ કિંગ હોટલમાં રૂમ રાખી હતી
ઉલ્લેખનિય છે કે, સમા-સાવલી રોડ ઉપર આવેલી આકાશ ગંગા સોસાયટીમાં પત્ની, પુત્ર અને માતા-પિતા સાથે રહેતા ધર્મેશભાઇ ડાહ્યાભાઇ પરમાર (ઉં.45) સોનીના વ્યવસાય સાથે ફાઇનાન્સનું કામ કરતો હતો. સોમવારે મોડી સાંજે તે સમા-સાવલી રોડ ઉપર આવેલી રોયલ કિંગ નામની હોટલમાં ગયો હતો. અને ઘરે મહેમાન આવવાના છે તેમ જણાવી રૂમ બુક કરાવ્યો હતો. હોટલના વહીવટકર્તાઓએ તેને રૂમ નંબર-405 ફાળવ્યો હતો.
રૂમ સર્વિસ બોય જમવાનું લઇને ગયો
હોટલમાં રૂમ બુક કરાવ્યા બાદ ધર્મેશ પરમાર રૂમમાં ગયો હતો. અને રૂમમાં જઇ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. થોડા સમય બાદ હોટલનો રૂમ સર્વિસ બોય જમવાનું લઇને ગયો હતો. રૂમનો દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ, દરવાજો અંદરથી બંધ હતો. અને કોઇ પ્રત્યુત્તર ન મળતા રાહ જોઇ હતી. સમય વિતવા છતાં, રૂમ ન ખોલતા તેને શંકા ગઇ હતી. આથી તેણે હોટલના વહિવટકર્તાને જાણ કરી હતી.
108 એમ્બ્યુલન્સ સ્ટાફે મૃત જાહેર કર્યા
દરમિયાન હોટલના વહીવટકર્તા માસ્ટર કી લઇને રૂમ નંબર-405 ઉપર પહોંચ્યા હતા. અને રૂમનો દરવાજો ખોલ્યો હતો. રૂમનો દરવાજો ખોલતા ધર્મેશ પરમાર રૂમના બેડ ઉપર છતા પાટ બેભાન અવસ્થામાં પડ્યો હતો. તુરતજ હોટલના કર્મચારીઓએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. 108 એમ્બ્યુલન્સ ગણતરીની મિનીટોમાં આવી પહોંચી હતી. પરંતુ, એમ્બ્યુલન્સના તબીબોએ પ્રાથમિક તપાસમાંજ મૃત જાહેર કર્યો હતો.
યુવાનના ખિસ્સામાંથી પર્સ મળ્યું હતું
આપઘાત કરવા માટેજ રૂમ ભાડે રાખનાર ધર્મેશ પરમારનું મોત નીપજ્યું હોવાનું 108 એમ્બ્યુલન્સના તબીબોએ જણાવતા તુરતજ આ બનાવની જાણ સમા પોલીસને કરવામાં આવી હતી. સમા પોલીસ મથકના જમાદાર કાનજીભાઇ તુરતજ સ્ટાફ સાથે હોટલ ઉપર પહોંચ્યા હતા. પોલીસે મોતને ભેટેલા ધર્મેશ પરમારના ખીસ્સા તપાસતા પર્સ મળી આવ્યું હતું. જેમાંથી તેનું નામ અને ઘરનું સરનામું મળી આવ્યું હતું. તે સાથે પોલીસને રૂમમાંથી પોઇઝનની બોટલ મળી આવી હતી. પોલીસે પ્રાથમિક તપાસ અને પ્રાથમિક વિગતો મેળવ્યા બાદ લાશનો કબજો લઇ સયાજી હોસ્પિટલમાં પોષ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.
પરિવારજનો આવી પહોંચ્યા હતા
બીજી બાજુ આ બનાવની જાણ ધર્મેશ પરમારના પરિવારજનોને કરતા તુરતજ તેઓ હોટલ ખાતે દોડી આવ્યા હતા. જ્યાં ધર્મેશ પરમારનો મૃતદેહ જોતા પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. અને રોકકડ શરૂ કરી દીધી હતી. આ બનાવે હોટલની આસપાસ તેમજ મૃતક ધર્મેશની સોસાયટી વિસ્તારમાં ચકચાર જગાવી મૂકી હતી. મોડી રાત્રે હોટલ બહાર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
મારો ભાઇ જોલી હતો
આજે ધર્મેશ પરમારના મૃતદેહનું પોષ્ટમોર્ટમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. સયાજી હોસ્પિટલ ખાતે મૃતદેહ લેવા માટે આવેલા મૃતકના ભાઇ રાજેન્દ્રભાઇ પરમારે જણાવ્યું હતું કે, મારો ભાઇ જોલી માણસ હતો. તે આપઘાત કરેજ નહિં. તે હોટલમાં કેમ આવ્યો તે તપાસનો વિષય છે. તે વ્યાજના કોઇ ચક્કરમાં ફસાયો ન હતો. આર્થિક રીતે સધ્ધર હતો. મારા ભાઇના મોત અંગે તટસ્થ તપાસ થાય તેવી મારી માંગણી છે. જોકે, હોટલના 405 નંબરના રૂમમાં તપાસ કરતા ધર્મેશ પરમારે આપઘાત કરતા પૂર્વે લખેલી અંતિમ ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં તેણે આર્થિક ભીંસ અને લોકોની પઠાણી ઉઘરાણીથી ત્રસ્ત થઇ ગયો હતો. તેમ જણાવ્યું છે.
ચોંકાવનારી વિગતો બહાર આવશે
આ ચકચારી બનાવ અંગે સમા પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. જોકે, ધર્મેશ પરમારે ચોક્કસ કયા કારણોસર આપઘાત કરી લીધો છે તે રહસ્ય અકબંધ છે. પોલીસ તપાસ બાદ ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.