الخميس، 30 مارس 2023

માલપુરમાં આવેલા ગૌચરના કુવામાં પશુ ચરાવવા ગયો હતો; ડૂબી જવાથી મોત નિપજ્યું; પરિવારમાં માતમ છવાયો | Gouchar's well in Malpur went to graze cattle; died by drowning; There was mourning in the family | Times Of Ahmedabad

અરવલ્લી (મોડાસા)એક કલાક પહેલા

  • કૉપી લિંક

જંગલ કે ખુલ્લા ગૌચર વિસ્તારમાં આવેલા ખુલ્લા કુવાઓના કારણે અસંખ્ય ગૌસેવકોના ડૂબી જતાં મોત નિપજેલા છે. ત્યારે માલપુરમાં આવેલી ખુલ્લી જમીનમાં કૂવામાં લપસી જતા એકનું મોત નીપજ્યું છે.

માલપુર નગરની સિમમાં આવેલી ગૌચર જમીનમાં ગઈકાલે કનુ ચમાર નામનો યુવક પશુઓ ચરાવવા ગામમાં આવેલા ગૌચરમાં ગયો હતો. ત્યારે પશુ ચરાવતા ચરાવતા ખુલ્લા કુવા પાસે પગ લપસી જતા કૂવામાં ગરકાવ થયો હતો. મોડા સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનો યુવક કનુ ચમારની શોધખોળ કરતા હતા. ત્યાં આજે કુવામાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાને પગલે યુવકના પરિવારજનો દોડી આવ્યા હતા. માલપુર પોલીસને ઘટનાની જાણ થતાં વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.