Monday, March 13, 2023

GSEBની મંગળવારથી શરૂ થતી પરીક્ષાના કેન્દ્રો પર વિદ્યાર્થીઓ-વાલીઓ ઉમટ્યા, ધો-10-12ની પહેલીવાર પરીક્ષા આપશે | Students-parents thronged the examination centers of GSEB starting from Tuesday | Times Of Ahmedabad

અમદાવાદ33 મિનિટ પહેલા

આવતીકાલથી શરૂ થતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10 અને 12ની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ પણ આત્મવિશ્વાસથી સજ્જ અને તૈયાર જણાઈ રહ્યા છે. પરીક્ષાના એક દિવસ અગાઉ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ પોતાના વાલીઓ સાથે તેમના પરીક્ષા કેન્દ્ર પર બેઠક વ્યવસ્થા જોવા માટે પહોંચ્યા.

સીટ નંબર જોવા માટે પરીક્ષાર્થી પહોંચ્યા
વર્ષો સુધી પોતાની શાળામાં અભ્યાસ અને ત્યાંનું વાતાવરણ અનુભવ્યાં બાદ નવા સ્થળ પર મોટી અને મહત્વની એવી બોર્ડની પરીક્ષા આપવા આ વિદ્યાર્થીઓ જતા હોય છે, ત્યારે પરીક્ષાને દિવસ અગાઉ નિયત કરાયેલા પરીક્ષા કેન્દ્ર પર પહોંચીને તેમની બેઠક વ્યવસ્થા સુનિશ્ચિત કરે, તેના માહોલ અને વાતાવરણને સમજે જેથી કરીને પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્ર પર પહોંચવામાં સરળતા રહે તે માટે વાલીઓને વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રની મુલાકાત લેવાનું હિતાવહ સમજતા હોય છે.

પરીક્ષાર્થી પહેલીવાર બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે
જે સંદર્ભે વિદ્યાર્થીઓ તેમના વાલીઓ સાથે પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા વિદ્યાર્થીઓનું કહેવું છે કે, ધોરણ 10માં કોરોનાના કારણે માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું , જેથી પહેલીવાર તેઓ બોર્ડ પરીક્ષા ફેસ કરવા જઈ રહ્યા છે.જેને લઈને મૂંઝવણ તો છે, પરંતુ વિશ્વાસ છે કે પરીક્ષામાં તેઓ સફળતા જરૂરથી મેળવશે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: