રાજકોટએક કલાક પહેલા
- કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર
રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર લખનૌ ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને લીધે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ચાર ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.
આ ટ્રેન નહીં જાય
જેમાં ટ્રેન નંબર 15636 ગુવાહાટી-ઓખા એક્સપ્રેસ 03.04.2023 ના રોજ અને ટ્રેન નંબર 15635 ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ 07.04.2023 ના રોજ વાયા વારાણસી-પરતાપગઢ-લખનૌ થઈને આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં અકબરપુર અને અયોધ્યા કેન્ટનો સમાવેશ થાય છે.
આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ
આ ઉપરાંત ટ્રેન નંબર 15668 કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ 05.04.2023 ના રોજ અને ટ્રેન નંબર 15667 ગાંધીધામ-કામાખ્યા એક્સપ્રેસ 08.04.2023 ના રોજ વાયા વારાણસી-લખનૌ થઈને આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ દ્વારા ચાલશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં અયોધ્યા કેન્ટનો સમાવેશ થાય છે.