Monday, March 27, 2023

નડિયાદના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે “હર ઘર ધ્યાન હર ઘર યોગ” કાર્યક્રમ યોજાયો, મોટી સંખ્યામાં લોકો જોડાયા | “Har Ghar Dhyan Har Ghar Yoga” program was held at Nadiadna Sports Complex, attended by a large number of people. | Times Of Ahmedabad

નડિયાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

રાજય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને ગુજરાત રાજય યોગ બોર્ડ તથા આર્ટ ઓફ લિવિંગના સંયુક્ત ઉપક્રમે ખેડા જિલ્લામાં નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે યોગ પ્રત્યે લોકોની જાગૃતિ વધારવા “હર ઘર ધ્યાન – હર ઘર યોગ” કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.

જે અન્વયે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, નડિયાદ દ્વારા ખેડા જિલ્લા કક્ષાનો “હર ઘર ધ્યાન – હર ઘર યોગ” કાર્યક્રમ 26 માર્ચના રોજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મરીડા ભાગોળ રોડ, નડિયાદ ખાતે યોજાયો હતો. જેમાં શિક્ષણ નિરીક્ષક રણજીતસિંહ ડાભી, જિલ્લા રમત ગમત અધિકારી લક્ષ્મણસિંહ ચૌહાણ, જિલ્લા રમત વિકાસ અધિકારી ડૉ. મનસુખ તાવેથીયા, જિલ્લાના કોઓર્ડીનેટર મિનલભાઈ પટેલ, પ્રાંત યુવા વિકાસ અધિકારી ડૉ. ચેતન શિયાણીયા તથા મોટી સંખ્યામાં જિલ્લાના યોગી ભાઈઓ–બહેનો આ કાર્યક્રમમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે…