No results found

    પેપર પતાવી પરિવારને કીધા વગર મસ્તીમાં ગાડી લઈ નીકળ્યા; દીવાલ તોડી કેનાલમાં ખાબક્યા, એકનું મોત | Having settled the paper, the trio drove home without saying anything; As soon as it reached Borisna, the car fell into the canal | Times Of Ahmedabad

    કડી39 મિનિટ પહેલા

    • કૉપી લિંક

    કડીના કરણનગર રોડ ઉપર રહેતા અને ધોરણ 10માં ભણતા ત્રણ વિદ્યાર્થીઓ ધોરણ 10નું પેપર પતાવીને ઘરે કીધા વગર ફરવા માટે ગાડી લઈને નીકળી ગયા હતા. કડીના થોર રોડ ઉપર આવેલી બોરીસણા મુખ્ય નર્મદા કેનાલના સર્વિસ રોડ ઉપરથી દીવાલ તોડીને વેગેનાર ગાડી સહિત ત્રણેય વિદ્યાર્થીઓ કેનાલમાં પડ્યા હતા. જેમાં એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું અને બે વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

    બહેન સાથે મૃતક દેવની ફાઈલ તસવીર

    બહેન સાથે મૃતક દેવની ફાઈલ તસવીર

    કડીના કરણ નગર રોડ ઉપર રહેતા જીગ્નેશ, તક્ષ અને દેવ ત્રણેય વિદ્યાર્થીઓ ધોરણ 10માં એક જ ક્લાસમાં સર્વ વિદ્યાલય સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે. જે દરમિયાન આજે ધોરણ 10નું પેપર પતાવીને તેઓ ઘરે ગયા હતા. જીગ્નેશે તેના ઘરે રહેલી વેગેનાર ગાડી લઈને ત્રણેય મિત્રો સાથે કડીમાં ફરવા માટે નીકળ્યા હતા. જ્યાં તેઓ નર્મદા કેનાલના સર્વિસ રોડ ઉપર પહોંચ્યા હતા અને અચાનક જ વેગેનાર ગાડી કેનાલની દીવાલને અથડાઈને કેનાલમાં ખાબકી હતી.

    એ દરમિયાન ત્યાંથી પસાર થતી મહિલાએ પોતાની સાલ નીકાળી બે વિદ્યાર્થીઓને સહી સલામત રીતે ખેંચીને બહાર કાઢ્યા હતા. જ્યારે દેવ ગાડી સાથે અંદર ડૂબ્યો હતો. જેની હજુ સુધી લાશ કે ગાડી મળી નથી. જ્યારે સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરી દેવામાં આવી છે. તેમજ કડી પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી છે.

    માતા પિતા સાથે મૃતક દેવની ફાઈલ તસવીર

    માતા પિતા સાથે મૃતક દેવની ફાઈલ તસવીર

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال