- Gujarati News
- Local
- Gujarat
- Jamnagar
- During The Construction Of A Bridge In Jamnagar, A Canal Suddenly Collapsed Near The Gurdwara, Causing Sewage To Rise, Flooding Nearby Houses And The Parking Lot.
જામનગર25 મિનિટ પહેલા
- કૉપી લિંક

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં બ્રિજની કામગીરી ચાલુ છે તે દરમિયાન બ્રિજ નીચે કેનાલ બનાવવાનું કામ પ્રગતિમાં છે ત્યારે એકાએક આજે ગટરનું પાણી બહાર નીકળતા સ્થાનિક રહેવાસીઓના મકાનો એપાર્ટમેન્ટ અને દુકાનોમાં પાણી ઘુસી ગયા હતા.

જામનગર શહેરમાં ગુરુદ્વાર પાસે ગટર ઉભરાતા આજુબાજુના રહેણાક મકાનો, એપાર્ટમેન્ટનો તથા દુકાનમાં પાણી ઘુસી ગયા હતા. રહેવાસીઓના મકાનમાં ભર ઉનાળે ગટરનું પાણી ઘૂસ્યું હતું. પાર્કિંગમાં રહેલા વાહનો ગટરના પાણીમાં અડધા ડૂબી ગયા હતા.

ગુરુદ્વાર વિસ્તારમાં રહેતા રહેવાસીઓ દ્વારા વોર્ડના કોર્પોરેટર નિલેશ કગથરાને આ અંગે રજૂઆત કરાતા તાત્કાલિક સ્થળ પર પહોંચી મહાનગરપાલિકાના તંત્રને કામે લગાડી સાફ-સફાઈ કરી પાણી કાઢવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારબાદ મહાનગરપાલિકાની ભૂગર ગટર શાખાના એન્જિનિયરને સ્થળ પર બોલાવી સફાઈ કામગીરી શરૂ કરી હતી. કોર્પોરેટર નિલેશ કગથરાએ જણાવ્યું હતું કે, રચના કન્સ્ટ્રક્શન કંપનીના બ્રિજના કામ દરમિયાન ગટર ઉપર કેનાલનો સ્લેપ પડતા ભુગર્ભ બ્લોક થઈ ગયો હતો. જે તે વખતે આ કેનાલની અંદર ભવિષ્યમાં આવો પ્રશ્ન ન બને તેના માટે મહાનગરપાલિકા દ્વારા કોર્પોરેટરના કહેવાથી વિસ્તારની અંદર પાઇપ લાઈન નાખવામાં ગયેલ હતા ત્યારે રહેવાસીઓ દ્વારા સમજ્યા વિના વિરોધ કરવાથી પાઇપ લાઈન નાખવામાં આવેલ ન હતી હવે અત્યારે તેમના દ્વારા જ આ ભૂલ સ્વીકારવામાં આવેલ અને તેમને કહેલ કે, તમે સાચા હતા. કોર્પોરેટર કે મહાનગરપાલિકા કોઈપણ કામ કરતું હોય તો તે પ્રજાહિતનું જ હોય તેવું તેમને અમારા દ્વારા સમજાવવામાં આવ્યું હતું.