પૂર્વ કચ્છના ભચાઉમાં પવન સાથે જોરદાર વરસાદી ઝાપટું, માર્ગો પર પાણી વહી નીકળ્યાં, ખેડૂતોમાં ચિંતા | Heavy rain with wind in Bhachau of East Kutch, water flowed on the roads, worries among farmers | Times Of Ahmedabad

કચ્છ (ભુજ )41 મિનિટ પહેલા

  • કૉપી લિંક

હવામાન વિભાગ દ્વારા કરાયેલી કમોસમી વરસાદની આગાહીના પગલે કચ્છમાં આજે બીજા દિવસે પણ માવઠું થયું હતું. વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે સર્જાયેલી પરિસ્થિતિ અનુસાર પૂર્વ કચ્છના ભચાઉ અને આસપાસના વિસ્તારોમાં આજે શુક્રવારે બપોર બાદ વરસાદી ઝાપટું પડ્યું હતું. અચાનક થયેલા કમોસમી વરસાદથી નગરના માર્ગો પર જોશભેર પાણી વહી નીકળ્યા હતા. તેમજ અનેક લોકોના વરસાદમાં સર સામાન પલડી ગયો હતો. ફરી કમોસમી વરસાદ વરસતા ખેડૂત વર્ગમાં પાકને લઈ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

સપ્તાહ બાદ ફરી વરસાદી સંકટ સર્જાયું
કચ્છમાં એક સપ્તાહ પૂર્વે સતત સાત દિવસ સુધી અલગ-અલગ તાલુકાઓમાં હળવાથી ભારે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને પાકમાં ભારે નુકસાન પહોંચ્યું હતું. જેમાં બાગાયતી પાકો સાથે રવિ પાકની ઉપજ મેડવાયેલા પાકમાં વ્યાપકપણે હાનિ પહોંચી હતી. ત્યાં જિલ્લાના આકાશમાં ફરી સંકટના વાદળો ઘેરાતા કિશાન પરિવારોમાં ઉચાટ ફેલાયો છે. આજે પૂર્વ કચ્છના ભચાઉમા તેજ પવન સાથે જોરદાર વરસાદી ઝાપટું પડી ગયું હતું. માવઠાના પગલે બજાર સમિતિ સંકુલના વેપારીઓમાં દોડધામ થઈ હતી. નજીકના સામખિયાળીમાં પણ વરસાદી માહોલ સર્જાયો હોવાનું જાણવા મળ્યું હતું. જોકે હાલ વરસાદ ના પડે તેવી પ્રાર્થના લોકો કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post