પાટણ41 મિનિટ પહેલા
- કૉપી લિંક

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા બિન શૈક્ષણિક સ્ટાફની બઢતી ( પ્રમોશન ) પ્રક્રિયા સિનિયોરિટીના બદલે ખાતાકીય પરીક્ષા આધારિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
યુનિવર્સિટીમાં બિલ શૈક્ષણિક સ્ટાફમાં જુનિયર ક્લાર્કથી ઓફિસ સુપ્રિન્ટેન્ટ સુધીની જગ્યામાં કર્મચારીઓને નોકરીના વર્ષ એટલે કે સિનિયોરિટી પ્રમાણે પ્રમોશન આપવામાં આવતું હતું. પરંતુ હવે સરકારના નિયમ મુજબ ખાતાકીય પરીક્ષા મારફતે જ કર્મચારીઓને પ્રમોશન આપવા માટે યુનિવર્સિટીના ઓર્ડિનન્સમાં જરૂરી સુધારા કરવામાં આવ્યા છે. હવે કર્મચારીઓને નોકરીના વર્ષ પ્રમાણે નહીં પરંતુ ખાતાકીય પરીક્ષા પાસ કર્યા બાદ જ જે તે પ્રમોશનની જગ્યા ઉપર નિમણૂક આપવામાં આવશે તેવુ રજીસ્ટ્રાર ડૉ. ચિરાગ પટેલે જણાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે…