ગુજરાત ફાર્મા ક્ષેત્રનું હબ, વિવિધ પ્રોજેક્ટ અને રીસર્ચમાં લેબ ટેક્નિશિયન અને લેબ આસિસ્ટન્ટની મહત્વની ભૂમિકા: પંકજરાય પટેલ | Hub of Gujarat Pharma Sector, Important Role of Lab Technicians and Lab Assistants in Various Projects and Research: Pankajrai Patel | Times Of Ahmedabad

અમદાવાદ38 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજીક યુનિવર્સિટી તરીકે નામના મેળવનાર અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત રહેનાર ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા તાજેતરમાં જ ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ ફાર્મસી (જીએસપી) ગાંધીનગર ખાતે ફાર્મસીના વિવિધ પ્રોજેક્ટ સંબધીત સકારાત્મક રીસર્ચ થઈ શકે તે અર્થે , લેબ. મેનેજમેન્ટ વિષય પર 2 દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જીટીયુના કાર્યકારી કુલપતિ પ્રો. ડૉ. પંકજરાય પટેલે આ સંદર્ભે જણાવ્યું હતું કે, ગુજરાત એ ફાર્મા ક્ષેત્રનું હબ છે. વિવિધ પ્રકારના પ્રોજેક્ટ અને રીસર્ચમાં લેબ. ટેક્નિશિયન અને લેબ. આસિસ્ટન્ટની મહત્વની ભૂમિકા હોય છે, આ પ્રકારના સેમિનારથી તેઓને ઔદ્યોગીક માંગ આધારીત જ્ઞાન પ્રાપ્ત થશે. સેમિનારના ઉદ્ધાટન પ્રસંગે ફેકલ્ટી ઑફ ફાર્મસીના ડિન પ્રો. ડૉ. સી. એન. પટેલ , જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેર અને જીટીયુ જીસેપીના ડાયરેક્ટર પ્રો. ડૉ. સંજય ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતાં.

ગુજરાતની વિવિધ 22 કૉલેજના 35થી વધુ લેબ. ટેક્નિશિયન અને લેબ. આસિસ્ટન્ટે ભાગ લિધો હતો. આ સંદર્ભે જીએસપીના ડાયરેક્ટરએ જણાવ્યું હતું કે, ફાર્મસીમાં થીયરીની સાથે પ્રેક્ટિકલનું મહત્વ પણ ખૂબજ છે. પ્રાધ્યાપકો માટે આ પ્રકારના અનેક સેમિનાર સમયાંતરે વિવિધ સંસ્થા દ્વારા યોજવામાં આવતાં હોય છે. પરંતુ લેબ. ટેક્નિશિયન અને લેબ. આસિસ્ટન્ટ માટે આ પ્રકારે જીટીયુ જીએસપી દ્વારા પ્રથમ વખત શરૂઆત કરવામાં આવી છે. જેનાથી તેઓ લેબોરેટરીઝ મેનેજમેન્ટ સંબધીત યોગ્ય માર્ગદર્શન મેળવી શકશે. સેમિનાર દરમિયાન ગુડ લેબોરેટરીઝ પ્રેક્ટિસ , લેબોરેટરીઝ મેઈન્ટેનન્સ અને લેબોરેટરીઝ એક્રિડિટેશન જેવા વિવિધ મુદ્દાઓ પર તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જીટીયુના કુલપતિ , કુલસચિવ અને જીસેપીના ડાયરેક્ટરે સેમિનારના સફળ આયોજન બદલ પ્રો. કશ્યપ ઠુમ્મરને અભિનંદન પાઠવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم