Tuesday, March 21, 2023

પત્ની રિસામણે જતા પતિએ એસિડ પીધું, હેમુ ગઢવી હોલ નજીક ઓનલાઇન સટ્ટો રમતો યુવક ઝડપાયો | Husband drank acid while going to wife Risaman, youth caught playing online gambling near Hemu Garhvi Hall | Times Of Ahmedabad

રાજકોટ29 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

રાજકોટના મોરબી રોડ પર વેલનાથપરામાં રહેતાં યુવાને એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી.યુવક છુટક મજૂરી કરે છે અને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી છે. પતિ-પત્‍નિ વચ્‍ચે ઘરકામ મામલે ચડભડ થતાં પત્‍નિ બેડી ચોકડીએ માવતરે રીસામણે જતી રહી છે.યુવકના કહેવા મુજબ પોતે સમાધાન કરી પત્‍નિને પરત આવી જવા કહે છે પણ તે પરત આવતી નથી અને છૂટાછેડા પણ આપતી નથી. આ કારણે કંટાળી જતાં પોતે એસિડ પી ગયો હતો.

હેમુગઢવી હોલ નજીક ઓનલાઇન સટ્ટો રમતો યુવક ઝડપાયો
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ટિમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે હેમુ ગઢવી હોલ સામે આવેલા રોડ ઉપર મોબાઈલ ફોનમાં એક યુવક ઓનલાઇન આઈડી મારફત ક્રિકેટ સટ્ટો રમી રહ્યો છે જેથી ત્યાં પહોંચી યુવકને અટકાવી નામ પૂછતાં રાજ નીતિનભાઈ સોલંકી (ઉ.વ.34) હોવાનું જણાવતા તેની અટકાયત કરી તેના મોબાઈલની તલાશી લેતાં તે ગેમફેર 7777 નામની આઈડી ઉપર મોબાઈલમાં બાંગ્લાદેશ-આયર્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ક્રિકેટ મેચ પર રનફેર તેમજ હાર-જીતનો જુગાર રમતો હતો જેથી તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે રાજ સોલંકી પાસેથી આઠ હજાર રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન પણ કબજે લઈને તેને જુગાર રમવા માટે આઈડી કયા બુકી દ્વારા આપવામાં આવ્યું તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.

ઇલેક્‍ટ્રીક બાઇક દિવાલમાં અથડાતાં વૃદ્ધનું મોત
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર કણકોટના પાટીયા નજીક પંજાબી ધાબાની સામે ઇલેક્‍ટ્રીક બાઇક દિવાલમાં અથડાતાં તેના ચાલક અજાણ્‍યા વૃધ્‍ધને ગંભીર ઇજા થતાં બેભાન હાલતમાં 108 મારફત સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમનું મોત નિપજ્‍યું હતું. બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આવી જરૂરી કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન મૃતકની ઓળખ થઇ હતી. તેઓ નાના મવા રોડ અજમેરા શાસ્ત્રીનગર બ્‍લોક નં. ડી-99 માં રહેતાં જીલુભા વશરામભા વાળા હોવાનું ખુલ્‍યું હતું. બનાવની જાણ થતાં પરિવારજનો હોસ્‍પિટલે પહોંચ્‍યા હતાં. મૃત્‍યુ પામનાર જીલુભા વાળા જીલ્લા પંચાયતના નિવૃત કર્મચારી હતાં. તેઓ ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે.

અન્ય સમાચારો પણ છે…