ફતેપુરાના વાંકાનેરનો પતિ પોતાની પત્નીને તેડવા ગયો પણ સાળાએ લાકડીઓ ફટકારી કાઢી મુક્યો | The husband of Wankaner of Fatepura went to scold his wife but the brother-in-law chased him away with sticks | Times Of Ahmedabad

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક

પિયરમાં પત્ની બિમાર હોઈ અને તેને તેડવા આવેલા પતિને ઘરે આવવા મામલે પત્ની સાથે નોકઝોક થઈ હતી.ત્યારે ઉશ્કેરાયેલા તેના સાળાએ તથા સાસરીની અન્ય બે મહિલાઓએ લાકડી તથા ગડદાપાટુનો મારમારી ઈજાઓ પહોંચાડી અમારી છોકરીને તેડવા આવ્યો તો તને જીવતો છોડીશું નહી તેમ કહી મારી નાંખવાની ધાકધમકીઓ આપતા ફરિયાદ નોંધાવાઈ છે.

પતિ પત્ની વચ્ચે સાસરે જવા નોંક ઝોક થઈ
ફતેપુરા તાલુકાના વાંકાનેરમાં રહેતા યુવક ખાતરપુરના મુવાડા ખાતે તેની સાસરીમાં પોતાની પત્નીને લેવા માટે ગયો હતો. પત્નીની તબીયત સારી ન હોઈ જેથી ઘરે આવવા સારૂ યુવક તથા તેની પત્ની વચ્ચે બોલા ચાલી થઈ હતી અને નોકઝોક ચાલુ હતી.

સાળાએ લાકડીઓ ફટકારી ,મહિલાઓએ ગડદાપાટુ કર્યુ
આ દરમિયાન યુવકનો સાળો ઘરમાંથી દોડી આવ્યો હતો અને તું મારી બેન સાથે કેમ ખોટી માટાકુટ કરી રહ્યો છે ? તેમ કહી બેફામ ગાળો બોલી એકદમ ઉશ્કેરાઈ જઈ લાકડી લઈ આવી યુવકને માથાના ભાગે તેમજ ડાબા હાથે કોણીના ભાગે મારી ઈજા પહોંચાડી હતી. તે વખતે પરિવારની બે મહિલાઓ ઘરમાંથી દોડી આવી તુ જ મારી છોકરીને હેરાન પરેશાન કરે છે. તેમ કહી ગાળો બોલી ધોલઝાપટ કરી ગડદાપાટુનો મારમારી ઈજાઓ પહોંચાડી હતી.

હવે જો છોકરીને તેડવા આવીશ તો મારી નાંખીશુ
હવે જો અમારી છોકરીને તેડવા આવ્યો તો તને જીવતો છોડીશું નહી તેવી મારી નાંખવાની ધાકધમકીઓ આપી હતી. આ સંબંધે યુવકે નોંધાવેલ ફરિયાદને આધારે સુખસર પોલીસે ખાતરપુરના મુવાડા ગામના સાસરિયા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم