હાલોલના ગોધરા રોડની ફૂટપાથ પર ગેરકાયદેસર ઉભા થયેલા દબાણો દૂર કરાયા; ફૂટપાથ ખુલ્લો કરાવવા ટીમને કામે લગાડી હતી | Illegal encroachment on footpath of Godhra Road in Halol removed; A team was employed to open the footpath | Times Of Ahmedabad

હાલોલ22 મિનિટ પહેલા

  • કૉપી લિંક

હાલોલના ગોધરા રોડ ઉપર આવેલા સુલભશૌચાલયની આગળ મુખ્ય માર્ગને અડીને બનાવવમાં આવેલી ફૂટપાથ ઉપર વર્ષોથી કબજો જમાવી ઉભા થઇ ગયેલા દબાણો આજે પાલિકા દ્વારા હટાવવાની કામગીરી કરવામાં આવતા નગરના અન્ય દબાણો કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે. હાલોલ શહેરના તમામ મુખ્ય માર્ગો ઉપર વ્યાપક પ્રમાણમાં ઉભા થયેલા દબાણોને કારણે વાહન ચાલકો જ નહીં રાહદારીઓને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે અનેક રજૂઆતો છતાં કોઈ પગલાં ન લેતી પાલિકા એક્શનમાં આવતા તબક્કાવાર દબાણો દુરકારવાની જે કામગીરી પાલિકા દ્વારા કરાઈ રહી છે. તે ચાલુ રાખવામાં આવે તેવી અપેક્ષા સૌ રાખી રહ્યા છે.

હાલોલ શહેરમાં ઠેરઠેર ઉભા થયેલા દબાણોને કારણે અનેક લોકો મુશ્કેલીઓ વેઠી રહ્યાં છે. ત્યારે હાલોલ નગરપાલિકામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની મુદ્દત પુરી થતા જ વહીવટદારની નિમણૂંક થઇ છે અને ચીફ ઓફિસર તરીકે નવા અધિકારી આવતા પાલિકાનો વહીવટ સુધરી રહ્યો છે. હાલોલ નગરના ગોધરા રોડ ઉપર મોટા પ્રમાણમાં વૃક્ષો કાપીને રાહદારીઓને ચાલવા માટે બનાવવમાં આવેલી ફૂટપાથ ઉપર ઠેર-ઠેર વ્યાપક પ્રમાણમાં દબાણો ઉભા થઇ જતા એક સિનિયર સિટિઝન ગ્રુપે આ દબાણો હટાવી ફૂટપાથ ખુલ્લી કરાવવા અરજી આપતા ચીફ ઓફિસરે આજે ગોધરા રોડની ફૂટપાથ ખુલ્લો કરાવવા ટીમને કામે લગાડી હતી.

ગોધરા રોડ ઉપર સુલભશૌચાલયની આગળ છેલ્લા અનેક વર્ષોથી ફૂટપાથ ઉપર કબજો કરી લોખંડની એંગલો લગાવી મસમોટું દબાણ કરી દુકાનો બનાવી દેવામાં આવી હતી. જેને આજે પાલિકા દ્વારા તોડી પાડવાની કામગીરી કરવામાં આવતા નગરજનો પાલિકાના નવા અધિકારીની કામગીરીથી હાલના તબક્કે ખુશ છે. ગોધરા રોડ ઉપર આવેલા અન્ય દબાણો અને હાલોલ નગરના અન્ય દબાણો ક્યારે હટાવવમાં આવે તેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم